અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ શાખા યુ.એન.એમ. ફાઉન્ડેશને પોતાની પ્રતિતિ પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલ અને સંચાલિત પુનઃસ્થાપિત સરદાર બાગ રવિવારે અમદાવાદના નાગરિકોને સમર્પિત કર્યો.

શહેરમાં પર્યાવરણીય સંવાદિતા અને કુદરતી ભવ્યતાના વારસાને પુનર્જીવિત કરતા આ બગીચાનું ગાંધીનગર લોકસભા વિસ્તારના માનનીય સાંસદ અને ભારત સરકારના માનનીય ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્દ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

૧૫ મી સદીના શાહી કિલ્લાની ભવ્યતાનો એક ભાગ રહેલ સરદાર બાગનું યુ.એન.એમ. ફાઉન્ડેશનની પ્રતિતિ પહેલ હેઠળ રિનોવેશ કરવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદમાં પ્રતિતિ પહેલ હેઠળ તૈયાર કરાયેલ બગીચાઓની સંખ્યા ૧૧ પર પહોંચી છે. જે શહેરના હરીયાળા જાહેર સ્થળોમાં વધારો કરે છે. સરદાર બાગનું ઐતિહાસિક મહત્વ છે. સ્વતંત્રતા પહેલાના સમયગાળામાં સરદાર બાગમાં અનેક પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે જોડાયેલી ઘણી સભાઓ યોજાઈ હતી.

પુનઃસ્થાપિત સરદાર બાગનો કુલ વિસ્તાર 26,010 ચોરસ મીટર છે અને તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સેન્ટ્રલ ઝોનના જમાલપુર વોર્ડમાં જૂના રૂપાલી સિનેમા, લાલ દરવાજાની સામે સ્થિત છે. યુ.એન.એમ. ફાઉન્ડેશન પ્રતિતિ પહેલ હેઠળ તૈયાર કરવામાં અમદાવાદ શહેરમાં (સરદાર બાગ સહિત) કુલ ૧,૩૧,૪૧૪ ચોરસ મીટર વિસ્તારને આવરી લેતા ૧૧ જાહેર ઉદ્યાનોનું નવીનીકરણ/વિકાસ અને જાળવણી કરવા માટે પ્રતિબદ્ધ છે. અમદાવાદ શહેરમાં અત્યારે ૬૧,૦૦૦ ચોરસ મીટર વિસ્તારને આવરી લેતા વધુ ૫ બગીચાઓ વિકસાવાઈ રહ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)