RESULT CALANDER: RIL Q1 NET PROFIT TO BE BETWEEN 22,494- 28,891 crore: BROKERAGE HOUSES
ચાલુ કેલેન્ડર વર્ષમાં શેરમાં 3.6 ટકાનો સુધારો
મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એપ્રિલ- જૂન ક્વાર્ટર માટે મજબૂત રિફાઇનિંગ માર્જિનના સહારે વધુ સારા પરીણામ જાહેર કરે તેવો આશાવાદ મોટાભાગના બ્રોકરેજ હાઉસ વ્યક્ત કરી રહ્યા છે. કંપનીનો નેટ પ્રોફીટ રૂ. 22494 કરોડથી 28891 કરોડની વચ્ચે રહેવાનો અંદાજ સેવાયો છે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સનો શેર આ વર્ષે અત્યારસુધીમાં 3.6 ટકાનો સુધારો નોંધાવી ચૂક્યો છે.
EBITDAઃ રિલાયન્સનો EBITDA આવર્ષે 81 ટકાથી વધુ વધવાની ધારણા સેવાય છે. કંપનીના ઓટુસી, જિયો અને રિટેલ સેગ્મેન્ટની કામગીરી તેના માટે મહત્વની ભૂમિકા ભજવશે.
બ્રોકરેજ હાઉસિસની નજરે EBITDA growth 123% O2C segment માટે, 27% રિલાયન્સ જિયો માટે અને 112%રિટેલ સેગ્મેન્ટ માટે રહેવાની ધારણા મૂકાય છે
નેટ પ્રોફીટ અંદાજોઃ દેશની સૌથી મોટી પ્રાઇવેટ લિસ્ટેડ કંપની એપ્રિલ- જૂન ક્વાર્ટર માટે ચોખ્ખા નફોમાં આકર્ષક વૃદ્ધિ નોંધાવે તેવી સંભાવના નિષ્ણાતો અને બ્રોકરેજ હાઉસ જોઇ રહ્યા છે. મોટાભાગના નિષ્ણાતો આમ તો ચોખ્ખા નફામાં બમણી વૃદ્ધિ જોઇ રહ્યા છે. ગત વર્ષે એપ્રિલ- જૂન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 12300 કરોડનો નેટ પ્રોફીટ નોંધાવ્યો હતો. જે આવર્ષે 22,494- 28,891 croreની રેન્જમાં રહેવાની વિવિધ બ્રોકરેજ હાઉસની ધારણા છે.
રિલાયન્સ જિયોઃ EBITDA માર્જિન સાધારણ વધી 50.7 ટકા રહેવાની ધારણા સેવાયછે. આરપુ 3 ટકા વધી રૂ. 173 આસપાસ રહેવાની ધારણા મોતીલાલ ઓસવાલે વ્યક્ત કરી છે. જિયોનો નેટ પ્રોફીટ રૂ. 4500 કરોડની ધારણા છે. જેએમ ફાઇનાન્સે પણ આરપુ વધી રૂ. 174 રહેવાની ધારણા મૂકી છે.
રિટેલ સેગ્મેન્ટઃ રિટેલ સેગ્મેન્ટ 9 ટકાના ક્વાર્ટર ગ્રોથ સાથે રૂ. 4100 કરોડ રહેવાની ધારણા જેએમ ફાઇનાન્સિયલે મૂકી છે.
વિવિધ બ્રોકરેજ હાઉસની નજરે EBITDA નેટ પ્રોફીટ પ્રોજેક્શન્સ
ICICI Direct | |
EBITDA | Rs 47,108 crore |
Net profit | Rs 27,909 crore |
Emkay Global | |
EBITDA | Rs 42,166 crore |
Net profit | Rs 25,504 crore |
Yes Securities | |
EBITDA | Rs 44,318 crore |
Net profit | Rs 28,891 crore |
Motilal Oswal | |
EBITDA | Rs 42,400 crore |
Net profit | Rs 24,400 crore |
JM Financial | |
EBITDA | Rs 41,796 crore |
Net profit | Rs 22,494 crore |