રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. એ એપ્રિલ-જૂન-22ના ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 46.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 17955 કરોડ (રૂ. 12273 કરોડ) નોંધાવ્યો છે. જોકે આગલાં ત્રિમાસિકના રૂ. 16203 કરોડ સામે કંપનીનો નફો 11 ટકા વધ્યો છે. કંપનીની કોન્સોલિડેટેડ આવકો 54.5 ટકા વધી રૂ. 2.23 લાખ કરોડ (રૂ. 1.44 લાખ કરોડ) થઇ છે. જે માર્ચ-22ના ત્રિમાસિક માટે રૂ. 2.11 લાખ કરોડ નોંધાવી હતી. કંપનીનો EBITDA 45.8 ટકા વધી રૂ. 40179 કરોડ થયો છે.

પડકારો વચ્ચે પણ O2C બિઝનેસની શ્રેષ્ઠ કામગીરીઃ મુકેશ અંબાણી

ક્રૂડ માર્કેટની તંગ સ્થિતિ, ઊંચા એનર્જી અને ફ્રેઇટ ખર્ચાઓ વચ્ચે પણ O2C બિઝનેસની કામગીરી શ્રેષ્ઠ રહી છે. કંપનીના કન્ઝ્યુમર પ્લેટફોર્મનો વિકાસ પણ ધાર્યા કરતાં ઘણો સારો રહ્યો હોવાનો મને આનંદ છે.- મુકેશ અંબાણી, સીએમડી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

રિલાયન્સની Q1 કામગીરી એક નજરે (રૂ. કરોડ)

વિગત1Q234Q221Q22
ચોખ્ખો નફો17,95516,20312,273
આવકો223,113211,887144,372
ઇપીએસ(રૂ.)26.5423.9518.96
NPM(%)8.07.78.7

રિલાયન્સ જિયોની કામગીરી એક નજરે

વિગત1Q234Q221Q22
Revenue23,46722,26118,952
EBITDA 11424 10918 8892
EBITDA Margin (*)48.7%49.0%46.9%
Net Profit4,5304,3133,651