Rishabh Instrumentsનો IPO 32 ગણો ભરાયો, 11 સપ્ટેમ્બરે લિસ્ટિંગ
આઈપીઓ સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ
કેટેગરી | કેટલા ગણો |
Anchor Investors | 1 |
Qualified Institutions | 72.54 |
NII | 31.29 |
Retail Investors | 8.43 |
Total | 31.65 |
અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ટેસ્ટ એન્ડ મેઝરિંગ ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને ઈન્ડસ્ટ્રીયલ કંટ્રોલ પ્રોડક્ટ્સના ઉત્પાદન, ડિઝાઈન અને ડેવલોપમેન્ટ કરતી રિષભ ઈન્સ્ટ્રુમેન્ટ્સ લિ.નો આઈપીઓ આજે અંતિમ દિવસે કુલ 31.65 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 72.54 ગણુ, એનઆઈઆઈ 31.29 ગણું સબ્સ્ક્રાઈબ્ડ થયું હતું. રિટેલ રોકાણકારોએ 8.43 ગણી એપ્લિકેશન્સ કરી હતી. રિષભ ઈન્સ્ટ્રુમેન્ટ્સ આઈપીઓ હેઠળ રૂ. 490.78 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. જેની પ્રાઈસ બેન્ડ 418થી 441 હતી. કંપની આઈપીઓ હેઠળ શેર એલોટમેન્ટ 6 સપ્ટેમ્બરે અને લિસ્ટિંગ 11 સપ્ટેમ્બરે કરશે. માર્કેટ લોટ 34 શેર્સ છે. ગ્રે માર્કેટમાં રિષભના આઈપીઓની ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 441 સામે આજે 85 પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. ગ્રે માર્કેટ અનુસાર, રિષભનું લિસ્ટિંગ 19 ટકા પ્રિમિયમે થવાની શક્યતા દર્શાવાઈ છે. આનંદ રાઠી, અરિહંત કેપિટલ, કેનેરા બેન્ક સિક્યુરિટીઝ સહિત જાણીતા 9 બ્રોકર્સે આઈપીઓ સબ્સ્ક્રાઈબ કરવા સલાહ આપી હતી.
આઈપીઓ વિશેઃ રિષભ એનર્જી ઈફિશિયન્સી સોલ્યુશન્સ અને પ્રિસિઝન એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સમાં ગ્લોબલ લીડર છે. તેની કુલ આવકમાં નિકાસનો હિસ્સો 66 ટકા છે. તેમજ તેની પ્રોડક્ટ્સ વૈશ્વિક બજારોમાં વિશિષ્ઠ સ્થાન ધરાવતી હોવાથી ભાવિ યોજનાઓના પગલે નિષ્ણાતોએ મધ્યમથી લાંબાગાળના હેતુ સાથે રોકાણ કરવા સલાહ આપી હતી.