રૂચી સોયા છેલ્લા દિવસે 3.6 ગણો ભરાયો

રૂચી સોયાનો એફપીઓ છેલ્લા દિવસે કુલ 3.60 ગણો ભરાયો હોવાનું બીએસઇના સાંજે પાંચ વાગ્યા સુધીના ડેટાના આધારે જોવા મળ્યું છે. ક્યૂઆઇબી 2.20 ગણો અને એનઆરઆઇ 11.75 ગણો ભરાયો હતો. સામે રિટેલ રોકાણકારો તરફથી સાવ નબળો પ્રતિસાદ મળવા સાથે રિટેલ પોર્શન માંડ 0.90 ગણો જ ભરાયો હતો. રૂ. 4300 કરોડના આઈપીઓનું એલોટમેન્ટ 31 માર્ચે અને લિસ્ટિંગ 6 એપ્રિલે થશે.

કેટેગરી                 ગણો ભરાયો

ક્યૂઆઇબી              2.20

એનઆઇઆઇ           11.75

રિટેલ                  0.90

એમ્પ્લોઇ               7.76

કુલ                     3.60

ઉમા એક્સપોર્ટ પહેલા દિવસે 2.14 ગણો ભરાયો

ઉમા એક્સપોર્ટનો આઇપીઓ પહેલા દિવસના અંતે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2.14 ગણો ભરાયો હોવાનું બીએસઇના આંકડાઓ દર્શાવે છે. રિટેલ પોર્શન 2.90 ગણો ભરાયો છે. આઈપીઓ માર્કેટમાં દોઢ મહિનો સુસ્તીનું વલણ રહ્યા બાદ ઉમા એક્સપોર્ટનો આઈપીઓ આવ્યો હતો. જેને રોકાણકારોએ આવકાર્યો છે. શેરદીઠ રૂ. 65-68 પ્રાઈસ બેન્ડ પર માર્કેટ લોટ 220 શેર્સ છે.

કેટેગરી                 ગણો ભરાયો

ક્યૂઆઇબી              0.00

એનઆઇઆઇ           0.46

રિટેલ                  2.90

કુલ                     2.14

વેરાન્ડા લર્નિંગ અને હરિઓમ પાઈપના ઇશ્યૂ પાઇપલાઇનમાં

કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઓફલાઈન અને ઓનલાઈન કોચિંગ સર્વિસ વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સનો આઈપીઓ 29 માર્ચે ખુલશે. રૂ. 130-137ની પ્રાઈસ બેન્ડ પર કંપનીએ રૂ. 200 કરોડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. માર્કેટ લોટ 100 શેર્સ છે. હરિઓમ પાઈપ્સ ઈન્ડસ્ટ્રીઝ પણ રૂ. 130.05 કરોડનો આઈપીઓ 30 માર્ચે લાવી રહી છે. જેની પ્રાઈસ બેન્ડ 144-153 નક્કી કરવામાં આવી છે.

અપકમિંગ આઈપીઓ

ડિલ્હિવરી-7460 કરોડ, એપીઆઈ હોલ્ડિંગ્સ- 6250 કરોડ, એમક્યોર ફાર્મા- 4000 કરોડ, ગો એરલાઈન્સ-3600 કરોડ, ફાઈવસ્ટાર બિઝનેસ ફાઈ.- 2752 કરોડ, જેમિની એડિબલ્સ-2500 કરોડ, પેરાદીપ ફોસ્ફેટ્સ-2200 કરોડ, રેનબો ચિલ્ડ્રન- 2100 કરોડ, ઈન્ડિયા1 પેમેન્ટ્સ-2000 કરોડ વગેરે…