BSE સેન્સેક્સ 33.57 પોઈન્ટ (0.05 ટકા) વધીને 69,584.60 પોઈન્ટ

NSE નિફ્ટી 19.95 પોઈન્ટ્સ (0.01 ટકા) વધી 20,926.35 પોઈન્ટ

અમદાવાદ, 13 ડિસેમ્બરઃ આજે મોડી સાંજે ફેડ બેન્કની વ્યાજદરો અંગે સ્પષ્ટતા વચ્ચે વિદેશમાં મજબૂત અમેરિકન ડોલરના પગલે બુધવારે રૂપિયો વધુ 4 પૈસા તૂટી 83.41ના રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવમાં બેરલ દીઠ USD 76થી USD 73ની નીચલા સ્તરે આવેલા ભારે ઘટાડાનો ટેકો સ્થાનીય કરન્સીને મળી રહ્યો છે. જો કે, લાંબા સમય સુધી રૂપિયામાં ઘટાડાનો દોર જારી રહ્યો તો આયાત મોંઘી થશે.

ઇન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં, અમેરિકી ડોલર ગ્રીનબેક સામે 83.39 પર ખૂલ્યા બાદ 83.38-83.41ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. બાદમાં અંતે 83.41ના રેકોર્ડ તળિયે પહોંચ્યો હતો. જે અગાઉના બંધ 83.37 સામે 4 પૈસા તૂટ્યો હતો.

અગાઉ આ વર્ષે 24 નવેમ્બરે રૂપિયો 83.40ની સૌથી નીચી સપાટી નોંધાયો હતો. મંગળવારે જાહેર કરાયેલા સરકારી ડેટા દર્શાવે છે કે નવેમ્બરમાં ભારતનો રિટેલ ફુગાવો વધીને 5.55 ટકાની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જોકે તે આરબીઆઈના 6 ટકાથી ઓછા કમ્ફર્ટ ઝોનમાં રહ્યો હતો.

ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ, ઓક્ટોબરમાં 11.7 ટકાની 16 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી, જેનું મુખ્ય કારણ ઉત્પાદન, પાવર અને માઇનિંગ સેક્ટરના ઉત્પાદનમાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાયો છે. ફોરેક્સ ટ્રેડર્સ બુધવારે જાહેર થનારા યુએસ ફેડરલ રિઝર્વના નાણાકીય નીતિના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

ડોલર ઇન્ડેક્સ બુધવારે 0.09 ટકા વધીને 103.55 પર ટ્રેડ કરી રહ્યો હતો. વૈશ્વિક ક્રૂડ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.38 ટકા ઘટીને USD 72.96 પ્રતિ બેરલ થયું છે.

સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 33.57 પોઈન્ટ અથવા 0.05 ટકા વધીને 69,584.60 પોઈન્ટ પર સેટલ થયો હતો. NSE નિફ્ટી 19.95 પોઈન્ટ્સ અથવા 0.01 ટકા વધીને 20,926.35 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)