મુંબઈ, 26 સપ્ટેમ્બર, 2024: જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક SBI જનરલ ઇન્શ્યોરન્સે બેઝિક હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીથી ઉપર પૂરક બને તેવા સસ્તા વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવેલા હેલ્થ ઇન્શ્યોરન્સ ટોપ અપ પ્લાન SBIG હેલ્થ સુપર ટોપ-અપના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્રોડક્ટ કોર્પોરેટ કે પર્સનલ કોઈપણ પ્રકારના પ્રોવાઇડર તરફથી કોઈપણ વર્તમાન હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીને સરળતાથી પૂરક બનાવતા તેમની હાલની પોલિસીને વધારવા માટે ઇન્શ્યોરન્સ ઇચ્છતા લોકો માટે વર્સેટાલિટી ઓફર કરે છે. રૂ. 5 લાખથી રૂ. 4 કરોડ સુધીના સમ એશ્યોર્ડ સાથેના બે પ્લાન ઓફર કરે છે. પોલિસી હેઠળ જ્યારે મુખ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજ પૂરું થઈ જાય અથવા કપાતની રકમ કરતા ખર્ચ વધી જાય ત્યારે ક્લેઇમ ચૂકવવાપાત્ર બને છે.

SBI જનરલ ઇન્શ્યોરન્સના ચીફ પ્રોડક્ટ એન્ડ માર્કેટિંગ ઓફિસર  સુબ્રમણ્યમ બ્રહ્મજોસુલા એ જણાવ્યું કે “તબીબી સારવારના વધી રહેલા ખર્ચ અને જીવનશૈલી સંબંધિત બીમારીઓના વધતા ચલણને લીધે વ્યાપક હેલ્થ કવરેજ હોવું એ હવે કોઈ લક્ઝરી નહીં પરંતુ જરૂરિયાત બની ગઈ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)