SBI Q1 Results: 178% વૃદ્ધિ સાથે 16884 કરોડ નફો
અમદાવાદ, 4 ઓગસ્ટઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જૂન-23ના અંતે પૂરાં થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 178.24 ટકા ઉછાળા સાથે રૂ. 16884 કરોડ નોંધાવ્યો છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 24.7 ટકાના ઉછાળા સાથે 38,905 કરોડ રૂપિયા રહી હતી.
એનપીએમાં આકર્ષક સુધારો: ગ્રોસ એનપીએ ઘટીને કુલ લોનના 2.76 ટકા પર આવી ગઈ હતી. અગાઉના ત્રિમાસિક ગાળામાં બેન્કની ગ્રોસ એનપીએ કુલ લોનના 2.78 ટકા હતી. ગત વર્ષે જૂન ક્વાર્ટરમાં બેન્કની ગ્રોસ એનપીએ કુલ લોનના 3.9 ટકા પર હતી.
પ્રોવિઝનમાં પણ થયો ઘટાડો: જૂન ક્વાર્ટરમાં બેન્ક દ્વારા કરવામાં આવેલા પ્રોવિઝનિંગ ઘટીને 2301 કરોડ રૂપિયા પર આવી ગયું છે. ગત વર્ષના જૂન ક્વાર્ટરમાં આ આંકડો 4,392 કરોડ રૂપિયા હતો. આ રીતે માર્ચ ક્વાર્ટરના અંતે બેન્કે 3,316 કરોડ રૂપિયાનું પ્રોવિઝનિંગ કર્યું હતું.