અમદાવાદ, 18 મેઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 31 માર્ચ, 2023ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિક ગાળામાં આકર્ષક નાણાકીય કામગીરી દર્શાવવા સાથે રૂ. 16695 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષના તેટલાં જ ગાળાના રૂ. 9113 કરોડ સામે 83 ટકા વધ્યો છે. બેન્કની કુલ આવકો 29.10 ટકા વધી રૂ. 106912 કરોડ થઈ છે.

એસબીઆઈના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 2023ના અંતે પૂર્ણ થતાં ત્રિમાસિક માટે શેરદીઠ રૂ. 11.30 પેટે ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. જેની રેકોર્ડ તારીખ 14 જૂન નિર્ધારિત કરવામાં આવી છે.

બેન્કે વાર્ષિક ધોરણે વ્યાજની આવકમાં 29 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર દરમિયાન તેણે વ્યાજમાંથી 40,393 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 31,198 કરોડની કમાણી કરી હતી.

બેંકે જોગવાઈમાં ઘટાડો કર્યોઃ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન બેન્ક દ્વારા કરવામાં આવેલી જોગવાઈ 54 ટકાના ઘટાડા સાથે રૂ. 3,316 કરોડ હતી. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આંકડો રૂ. 7,237 કરોડ હતો.

ગ્રોસ એનપીએ 0.67 ટકા (0.77 ટકા) અને નેટ એનપીએ 1.23 ટકા (0.74 ટકા)

માર્ચ ક્વાર્ટરમાં તેનો ગ્રોસ એનપીએ રેશિયો ઘટી કુલ લોનના 0.67 ટકા થયો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં બેન્કની ગ્રોસ એનપીએ 0.77 ટકા હતી. ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં, આ આંકડો 1.02 ટકા હતો. જોકે, માર્ચ ક્વાર્ટરમાં SBIનો નેટ NPA રેશિયો વધીને 1.23 ટકા થયો હતો. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નેટ NPA 1.08 ટકા અને ગયા વર્ષે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં 0.74 ટકા હતો.

પરીણામના પગલે શેર 2.11 ટકા ઘટ્યો

પરીણામના પગલે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો શેર રૂ. 12.35 (2.11 ટકા) ઘટાડા સાથે રૂ. 574.15ની સપાટીએ બંધ રહ્યો હતો.

Key Summary of Q4FY23 Results

₹ CroresQ4FY22Q3FY23Q4FY23YoY%QoQ%FY22FY23YoY %
Interest Income70,73386,61692,95131.417.312,75,4573,32,10320.56
NII31,19838,06940,39329.476.101,20,7081,44,84119.99
PAT9,11414,20516,69583.1817.5231,67650,23258.58
Ratio%Q4FY22Q3FY23Q4FY23YoY, bpsQoQ, bpsFY22FY23YoY, bps
GNPA3.973.142.78-119-363.972.78-119
NNPA1.020.770.67-35-101.020.67-35
Credit Cost0.490.210.16-33-50.550.32-23