SBIએ 5 ટ્રિલિયન પર્સનલ બેન્કિંગ એડવાન્સિસનો આંક વટાવ્યો
મુંબઈ; સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 30 નવેમ્બર, 2022નાં રોજ પાંચ ટ્રિલિયન પર્સનલ બેન્કિંગ એડવાન્સિસનું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. બેન્કે માત્ર 12 મહિનામાં છેલ્લાં એક ટ્રિલિયનની વૃધ્ધિ પૂરી કરી હતી. SBIએ જાન્યુઆરી, 2015માં પ્રથમ એક ટ્રિલિયનનો આંક હાંસલ કર્યો હતો, એ પછી જાન્યુઆરી 2018માં બે ટ્રિલિયન, ઓગસ્ટ 2020માં કોવિડ મહામારી તેની ચરમસીમાએ હતી ત્યારે ત્રણ ટ્રિલિયન, નવેમ્બર 2021માં ચાર ટ્રિલિયન એડવાન્સિસ પૂરા કર્યા હતા. SBI પ્રોડક્ટ આકર્ષક બનાવવા માટે ઇનોવેશન, સર્વિસ, ફીચર રજૂ કરતી રહી છે. એડવાન્સિસમાં પર્સનલ લોન, પેન્શન લોન, ઓટો લોન, એજ્યુકેશન લોન, પી-ગોલ્ડ લોન અને અન્ય પર્સનલ લોન પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. રૂ. પાંચ ટ્રિલિયનનાં સીમાચિહ્ન અંગે ટિપ્પણી કરતા દિનેશ ખારાએ જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં લેવામાં આવેલાં શ્રેણીબધ્ધ પગલાં અને ડિજિટલ પહેલોએ પર્સનલ બેન્કિંગ એડવાન્સિસ (હાઉસિંગ સિવાય)એ રૂ. પાંચ ટ્રિલિયનનો આંક હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.