પાવર સેક્ટરની કંપનીઓ વાર્ષિક ધોરણે 25.3 ટકાના દરે ગ્રોથ હાંસલ કરે તેવી શક્યતા છે. Q1FY23માં અપેક્ષિત કરતાં વધુ પાવર માંગને કારણે અને એકંદરે સુધારો થયો છે. વર્ષ દરમિયાન આયાતી કોલસાની કિંમતમાં 12.3 ટકાના દરે વધારો થયો હોવા ઉપરાંત પુરવઠાની મર્યાદાના કારણે પાવર કંપનીઓને કોલસાની ઇન્વેન્ટરીના કારણે થોડી અસર થઇ છે. જેના કારણએ 71 પાવર પ્લાન્ટ્સ નીચી ઇન્વેન્ટરીના સ્તરે કાર્ય કરી રહ્યા હતા. તેના કારણે પાવર ખાધમાં ધરખમ વધારો થયો છે. જ્યારે વેચાણમાં ખાસ્સો વધારો થયો છે. એનટીપીસી, સીઈએસસી અને એનએચપીસી જેવી કંપનીઓના શેર્સ યોગ્ય સ્તરે અ વેલ્યુએશન પર ટ્રેડ કરે છે.

  • NTPC: કંપની વાર્ષિક ધોરણે 19.8% ની મજબૂત વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે તે ઉપરાંત ટોપલાઇનમાં 26% YoY અને PATમાં 33% YoY વધારો કરે તેવો અંદાજ સેવાય છે.
  • પાવરગ્રીડ: કેપેક્સ Q1FY23માં INR18.5bn (+67% YoY) થવાની ધારણા છે. કંપની વાર્ષિક 4%દરે વૃદ્ધિ નોંધાવી રહી છે.  PAT માં વાર્ષિક ધોરણે 18.7 ટકા વૃદ્ધિની અપેક્ષા છે.
  • ટાટા પાવર: આવક 21.6%  દરે વધવા સાથે INR123bn સુધીની ધારણા છે. તેના સૌર EPC સેગમેન્ટમાં વિતરણ વર્તુળો અને અમલીકરણ હેઠળ છે. તેના કારણે કંપનીને ઝડપી ફાયદાની શક્યતા છે.
  • CESC: સ્ટેન્ડઅલોન રેવન્યુ 13.2% YoY વધીને INR21.9bn થવાની ધારણા છે. PAT 33.2% YoY વધીને INR1.8bn થવાની અપેક્ષા છે.
  • JSW એનર્જી: JSW એનર્જી Q1માં ફ્લેટ YoY PAT નો અહેવાલ આપે તેવી અપેક્ષા છે, PAT INR2.1bn પર ફ્લેટ રહેવાની ધારણા છે.
  • ટોરેન્ટ પાવર: આવક વાર્ષિક 21% વધીને INR37.5bn થવાની ધારણા છે અને એડજસ્ટેડ PAT 28.6% YoY વધીને INR3.2bn થવાની સંભાવના છે.
  • NHPC:  આવકમાં 13.7% વાર્ષિક વૃદ્ધિની અપેક્ષા છે PAT 11% YoY વધીને INR10.1bn થવાની ધારણા છે.

પાવર શેર્સ માટેની અગાઉની V/s નવી ભલામણ એક નજરે: HDFC Securities

CompanyOLD RECONEW RECOOLD TPNEW TP
NTPCBuyBuy174174
PowergridAddAdd252252
Tata PowerReduceReduce231231
CESCBuyBuy113113
JSW EnergySellSell160160
Torrent PowerAddAdd501501
NHPCAddBuy3641