સેલવિન ટ્રેડર્સ પટેલ કન્ટેનરમાં વ્યૂહાત્મક રોકાણ કરશે
કંપનીએ 2024માં 56 ટકાના વધારા સાથે કુલ આવક રૂ. 61.7 કરોડ નોંધાવી
અમદાવાદ, 20 મે: અમદાવાદ સ્થિત સેલવિન ટ્રેડર્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પટેલ કન્ટેનર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં વ્યૂહાત્મક રોકાણ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. કંપની પટેલ કન્ટેનરમાં 36 ટકા હિસ્સો ખરીદશે જે આગામી બે વર્ષમાં 51 ટકા સુધી વધારી શકાશે. સેલવિન ટ્રેડર્સ દ્વારા રોકાણનો ગુજરાતના ભાવનગર જિલ્લાં લોજિસ્ટિક કન્ટેનર્સ માટે નવી ઉત્પાદન સુવિધા ઊભી કરવા માટે ઉપયોગ કરવામાં આવશે.પટેલ કન્ટેઈનરે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાવનગરમાં ઉત્પાદન એકમ માટે રૂ. 45કરોડનું રોકાણ કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા,જેથી ભાવનગર જિલ્લામાં લોજિસ્ટિક કન્ટેનર માટે સુવિધા સ્થાપી શકાય. આ પ્રોજેક્ટથી 100 લોકો માટે રોજગારીનું સર્જન થવાનો અંદાજ છે અને વર્ષ 2025માં શરૂ થવાની અપેક્ષા છે. ભાવનગર આ એકમ માટે વ્યૂહાત્મક લાભો પ્રદાન કરે છે,જેમાં નજીક રહેલા મુખ્ય પોર્ટ્સ અને વેપાર માર્ગોનો સમાવેશ થાય છે,જે લોજિસ્ટિક્સ અને વિતરણને શ્રેષ્ઠ બનાવશે.
નાણાંકીય વર્ષ 2024 દરમિયાન કંપનીએ તેની વ્યાપારિક કામગીરીમાં સફળતાપૂર્વક બદલાવ કર્યા છે અને નાણાંકીય વર્ષ 2023માં રૂ. 39.60 કરોડની સરખામણીએ રૂ. 61.7 કરોડની કુલ આવક સાથે 56 ટકાનો વધારો નોંધાવ્યો હતો.
Consolidated Financial Highlights
Particulars | Q4 FY24 | Q4 FY23 | Growth Y-o-Y % | FY 24 | FY 23 | Growth Y-o-Y % |
Total Income | 2911.9 | 993.6 | 193.1% | 6173.0 | 3960.3 | 55.9% |
Net Profit | 35.3 | -154.6 | Loss To Profit | 96.2 | 0.83 | 11485.5% |
સેલવિન ટ્રેડર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વેદાંત પંચાલે જણાવ્યું હતું કે,આ સાહસ માત્ર સેલ્વિન ટ્રેડર્સના પોર્ટફોલિયોમાં ન કેવળ ડાયવર્સિફિકેશન કરે છે પણ તેને ફાયદાકારક રીતે લોજિસ્ટિક્સ અને મેટલના વિકસતા ઉદ્યોગમાં ઉચ્ચ સ્તરે સ્થાન આપે છે. અદ્યતન ઉત્પાદન ટેક્નોલોજીનો લાભ લઈને અને કાર્યક્ષમ ઓપરેશનલ સેટઅપ સ્થાપિત કરીને સેલ્વિન ટ્રેડર્સ, પટેલ કન્ટેનર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં આ રોકાણથી ફળદાયી પરિણામોની અપેક્ષા રાખી શકે છે.
કંપનીએ આગામી બે વર્ષમાં શાહ મેટાકોર્પ લિમિટેડ (બીએસઈ અને એનએસઈ લિસ્ટેડ કંપની)માં કંપનીની લાંબા ગાળાની વૃદ્ધિની વ્યૂહરચના સાથે સંરેખિત કરવા માટે આશરે રૂ. 200 મિલિયનનું રોકાણ કરવાની યોજના પણ જાહેર કરી છે.17 મે 2024ના રોજ કંપનીની બોર્ડ મીટિંગમાં કંપનીએ વેદાંત રાકેશ પંચાલને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરપર્સન તરીકે 17 મે, 2024ની અસરથી નિયુક્તિ કરી છે જે શેરધારકોની મંજૂરીને આધીન છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)