સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સે સાપ્તાહિક સમાપ્તિ પર રૂ. 17,345 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું
મુંબઈ, 26 મે: એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ અને એસએન્ડપી બીએસઈ બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ, જે તાજેતરમાં ફરીથી લોંચ કરવામાં આવ્યા હતા, તેમણે બીએસઈ ખાતે આજે તેમની બીજી સાપ્તાહિક સમાપ્તિ દરમિયાન રૂ. 17,345 કરોડ (રૂ. 17,316 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 29 કરોડ ફ્યુચર્સમાં) નું નોંધપાત્ર ટર્નઓવર નોંધાવ્યું હતું. બીએસઈ લિમિટેડને આ કોન્ટ્રાક્ટ્સ માટે ટર્નઓવર અને ઓપન ઈન્ટરેસ્ટ બંનેમાં સતત વધારો જોવા મળ્યો છે, જેની યુનિક એક્સપાયરી શુક્રવારે હોય છે. આજે, એક્સચેન્જમાં 98,242 ટ્રેડ્સ દ્વારા એક્સચેન્જમાં કુલ 2,78,341 કોન્ટ્રાક્ટ્સ ટ્રેડ થયા હતા. એક્સપાયરી પહેલાં, કુલ ઓપન ઇન્ટરેસ્ટ રૂ. 1,280 કરોડના મૂલ્ય સાથે 20,700 કોન્ટ્રાક્ટ્સ પર હતું એમ બીએસઈના એમડી અને સીઈઓ સુંદરરામન રામામૂર્તિએ જણાવ્યું હતું. બીએસઈએ તેના સેન્સેક્સ અને બેન્કેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટને 15 મે, 2023ના રોજ નીચા લોટ સાઈઝ સાથે અને શુક્રવારે એક્સપાયરી સાથે ફરીથી રજૂ કર્યા હતા.