અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સ મંગળવારે સવારે 180 પોઇન્ટના ગેપઅપથી ખૂલ્યા બાદ થોડીજ વારમાં 324 પોઇન્ટ પ્લસ થઇ 61000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો. પરંતુ ત્યારબાદ જોવા મળેલા સેક્ટોરલ તેમજ સ્ટોક સ્પેસિફિક પ્રોફીટ બુકિંગ પ્રેશરના કારણે સેન્સેક્સ એક તબક્કે 93 પોઇન્ટ માઇનસ થયા બાદ છેલ્લે 37.08 પોઇન્ટના સાધારણ સુધારા સાતે 60979 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 15 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી તાતા મોટર્સ 3.34 ટકા ઊછળ્યો હતો. તો પ્રોત્સાહક ક્યૂ-3 પરીણામોના પગલે મારૂતિ સુઝુકી પણ 3.27 ટકાના ઉછાળા સાથે 8698.60 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે બેન્કિંગ શેર્સમાં વેચવાલીનું પ્રેશર રહેવા સાથે એક્સિસ બેન્ક નોંધપાત્ર 2.50 ટકા ઘટી રૂ. 910.05 બંધ રહ્યો હતો. નિફ્ટી 18118.30 (18118.55) પોઇન્ટની સપાટીએ સુસ્ત બંધ રહ્યો હતો.

SENSEXની ઇન્ટ્રા-ડે ચાલ એક નજરે

OPENHIGHLOWCLOSE
61122612666084960979
+180+324-93+37.08

હેલ્થકેર, મેટલ નરમ, ઓટોમાં આગેકૂચ

બીએસઇ ખાતે વિવિધ સેક્ટોરલ્સની ચાલ જોઇએ તો એક ટકાથી વધુ વધઘટ ધરાવતાં સેક્ટોરલ્સ પૈકી હેલ્થકેર અને મેટલ્સમાં ઘટાડાની જ્યારે ઓટો શેર્સમાં આગેકૂચ જોવા મળી હતી. બાકીના તમામ સેક્ટોરલ્સમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાયેલા રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ, માર્કેટ ટ્રેન્ડ પણ સાવચેતીનો

બીએસઇ ખાતે આજે 40.60 ટકા સ્ક્રીપ્સમાં સુધારો તો સામે 55.97 ટકા સ્ક્રિપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે માર્કેટબ્રેડ્થ અને માર્કેટ ટ્રેન્ડ બન્ને નેગેટિવ રહ્યા છે.

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ301515
બીએસઇ365014822043

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
GRAVITA497.95+36.65+7.94
NYKAA134.35+9.60+7.70
ROUTE1,229.10+87.00+7.62
PGEL1,212.30+72.70+6.38
HAPPSTMNDS876.45+51.65+6.26

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
TATACOMM1,324.00-58.90-4.26
NATIONSTD5,770.20-274.50-4.54
KALPATPOWR518.70-35.05-6.33
JKTYRE160.50-7.85-4.66
SOUTHBANK16.60-1.55-8.54