નિફ્ટી 35.20 પોઇન્ટ સુધરી 18600ની સપાટી વટાવી 18634 પોઇન્ટ બંધ

બીએસઇ ખાતે ટ્રેડેડ 3614માંથી 1794 સ્ક્રીપ્સમાં ઘટાડોઃ માર્કેટબ્રેડ્થ નેગેટિવ

અમદાવાદ, 30 મેઃ ભારતીય શેરબજારોમાં ફરી સુધારાની મોસમ શરૂ થવા સાથે સેન્સેક્સ- નિફ્ટી ઉપરાંત મોટાભાગના સેક્ટોરલ્સ તેમની જૂની ઐતિહાસિક ટોચ ભણી આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સ આજે વધુ 122.75 પોઇન્ટના સુધારા સાથે 62969.13 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 63000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી 63036.12 પોઇન્ટની સપાટીએ ટચ થઇ ગયો હતો. જોકે, સતત બીજા દિવસે પણ સેન્સેક્સે 63000ની નીચે બંધ આપવા સાથે માર્કેટબ્રેડ્થ નેગેટિવ નોંધાવી છે. જે દર્શાવે છે કે, નાના- સામાન્ય રોકાણકારો ફરી એકવાર સાવચેતીના મોડમાં આવી ગયા છે.

1700       સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો

1794     સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો

153  સ્ક્રીપ્સ પહોંચી વર્ષની ટોચે

33   સ્ક્રીપ્સ બેઠી વર્ષના તળિયે

12   સ્ક્રીપ્સમાં નોંધાઇ અપર સર્કીટ

    સ્ક્રીપ્સમાં નોંધાઇ લોઅર સર્કીટ

એ ગ્રૂપની 49.36 ટકા અને બી ગ્રૂપની 47.20 ટકા સ્ક્રીપ્સમાં સુધારો

એ ગ્રૂપની ટ્રેડેડ કુલ 355માંથી 349 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો છે. જ્યારે બી ગ્રૂપની 594માંથી 548 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો છે. પરંતુ બીએસઇ ખાતે ટ્રેડેડ 3614માંથી 1794 સ્ક્રીપ્સમાં ઘટાડો અને 1700 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો છે. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે.

વર્ષની/ ઐતિહાસિક ટોચે પહોંચેલા સેક્ટોરલ ઇન્ડાઇસિસ એક નજરે

IndexHighCurrent ValueCh (pts)52 Wk High52 WK Low
Financial Services9,237.469,225.4034.779,237.466,912.70
BANKEX50,503.3850,442.00179.2650,503.3837,242.74
MidCap26,912.3542.280.1627,040.1920,814.22
SmallCap30,253.3366.040.2230,367.8423,261.39

વર્ષની ટોચે પહોંચેલા જાણીતા શેર્સ

એબીબી, એઆઇએ એન્જિ., ઓરોબિંદો ફાર્મા, સીસીએઅલ, ક્યુમિન્સ, ગ્રેવિટા, એચડીએફસીગ્રોથ, આઇડીએફસી, આઇડીએફસી ફર્સ્ટ બેન્ક, ઇન્ડિગો, ઇન્ડસઇન્ડ બેન્ક, આઇઓસી, જિંદાલ શો, કજરિયા સિરામિક, L&TFH, લેન્ડમાર્ક, લ્યુપિન, એનબીસીસી, પીએફસી, પોલિકેબ, રામકો સિમેન્ટ, આરઇસી, સુપ્રીમ ઇન્ડ., ટાઇટન, ઉજ્જિવન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઉજ્જિવન સ્મોલ ફાઇ. બેન્ક, વિનસ પાઇપ, વોલટેમ્પ

સેન્સેક્સે ચાર દિવસમાં 1195 પોઇન્ટનો જંગી સુધારો નોંધાવ્યો

DateOpenHighLowClose
24/05/202361,834.2862,154.1461,708.1061,773.78
25/05/202361,706.1361,934.0161,484.6661,872.62
26/05/202361,985.3662,529.8361,911.6162,501.69
29/05/202362,801.5463,026.0062,801.5462,846.38
30/05/202362,839.8563,036.1262,737.4062,969.13