3 દિવસની રાહત રેલીમાં સેન્સેક્સ 1338 પોઇન્ટ અપ, નિફ્ટી 15900ની રેઝિસ્ટન્સ ક્રોસ
- 741 પોઇન્ટના ગેપઅપથી ખુલેલો સેન્સેક્સ છેલ્લે 433 પોઇન્ટ સુધરી બંધ
- નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 15900ની હર્ડલ ક્રોસ કરી, છેલ્લે 133 પોઇન્ટ સુધરી બંધ રહ્યો
- સેન્સેક્સ પેકની 30 પૈકી 27 સ્ક્રીપ્સમાં નોંધાયો સુધારો, 7 સ્ક્રીપ્સ 2%થી વધુ સુધરી
- માર્કેટબ્રેડ્થ પોઝિટિવઃ બીએસઇ ખાતે ટ્રેડેડ 3575 પૈકી 66.01 ટકા સ્ક્રીપ્સમાં સુધારો
ભારતીય શેરબજારો ધીરે ધીરે સુધારા તરફ ડગ માંડી રહ્યા છે. તેની પ્રતિતિરૂપે સોમવારે સળંગ ત્રીજા દિવસે સેન્સેક્સ- નિફ્ટીએ સુધારાની ચાલ જાળવી રાખવા ઉપરાંત ટેકનિકલી તેમજ સાયકોલોજિકલી મહત્વની સપાટીઓ ક્રોસ કરવામા પણ સફળતા મેળવી છે. બજાર પંડિતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ હવે નિફ્ટી 16200 ક્રોસ કરે તેવી રાહ જોઇ રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં સેન્સેક્સ 1338 પોઇન્ટ સુધરી ચૂક્યો છે. તેથી બાજી ધીરે ધીરે તેજીવાળા તરફ સરકી રહી હોવાનું બજાર પંડિતો માની રહ્યા છે.
રશિયા-યુક્રેન, ક્રૂડ ક્રાઇસીસ ઉપરાંત સ્થાનિક નેગેટિવ ફેક્ટર્સને પણ માર્કેટ ડિસ્કાઉન્ટ કરીને સુધારાનો રિસ્પોન્સ આપી રહ્યું છે. જે દર્શાવે છે કે, શોર્ટટર્મ ટ્રેન્ડમાં નિફ્ટી 16200- 16300- 16450 ઝડપથી ક્રોસ કરવાનો આશાવાદ ધરાવે છે.
સેન્સેક્સ- નિફ્ટીની ઇન્ટ્રા- ડે ચાલ
વિગત | સેન્સેક્સ | નિફ્ટી |
શુક્રવારે | 52728 | 15699 |
સોમવારે ખુલ્યો | 53469 | 15926 |
વધી | 53510 | 15927 |
ઘટી | 53121 | 15815 |
બંધ | 53161 | 15832 |
સુધારો | 433 | 133 |
વિવિધ સેક્ટોરલ્સની સ્થિતિ
આઇટી 2.2 ટકા, ટેલિકોમ 1.29 ટકા, મેટલ 1.81 ટકા, ઓઇલ 1.03 ટકા, પાવર 1.44 ટકા, ટેકનોલોજી 1.84 ટકા, સ્મોલકેપ 1.57 ટકા અને મિડકેપ 0.87 ટકા સુધર્યા હતા.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ
કુલ ટ્રેડેડ 3575 | સુધર્યા2386(66.01 ટકા) | ઘટ્યા1036 (29.85ટકા) |
સેન્સેક્સ પેક | સુધર્યા 27 | ઘટ્યા 3 |
મંગળવારે માર્કેટ કેવું રહી શકે
ટેકનિકલ નિષ્ણાતોના મતે ડે ટ્રેડર્સે 15900 અને 15925 પોઇન્ટની નજીકની રેઝિસ્ટન્સ સપાટીને ધ્યાનમાં રાખવી તેની નીચે કરેક્શન વેવમાં 15750- 15700 પોઇન્ટ સુધી ઘટવાના ચાન્સિસ રહે. સુધારાની ચાલ આગળ વધે તો તે 16000- સુધી સુધરવાની શક્યતા વિશેષ જણાય છે.
52 વીક હાઇ- લો
બીએસઇ ખાતે સોમવારે 75 સ્ક્રીપ્સ વર્ષની ટોચે અને 48 સ્ક્રીપ્સ વર્ષના તળિયે જોવા મળી હતી.
ડોલર સામે રૂપિયો 78.43ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો
સતત વિદેશી ભંડોળના આઉટફ્લો, નબળા મેક્રો ડેટા અને બજારોમાં મંદીની આશંકા વચ્ચે ભારતીય રૂપિયો 78.43ના નવા રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે. ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત ત્રીજા સપ્તાહમાં ઘટાડો થઈને $590.59 બિલિયન થઇ ગયું છે કારણ કે ભારતીય રૂપિયામાં તીવ્ર ઘટાડાને રોકવા માટે આરબીઆઈ ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપ વધારી રહી છે. 78.50 માર્ક રૂપિયા-ડોલરના વિનિમય દરને નજીકના ગાળાનો ટેકો પૂરો પાડશે, જ્યારે તેનો નિર્ણાયક ભંગ આગામી દિવસોમાં 79.20 માર્ક તરફ વધુ વધુ ઘટાડાની શક્યતા જણાય છે તેવું સુગંધા સચદેવા, વાઇસ પ્રેસિડેન્ટ – કોમોડિટી અને કરન્સી રિસર્ચ, રેલિગેર બ્રોકિંગ લિ.નું કહેવું છે.
ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે
Currency | Price | Change | % Chg |
USDINR Sep 28 | 78.430 | -0.02 | -0.03 |