સેન્સેક્સ પેકની 30માંથી 8 સ્ક્રીપ્સ પહોંચી વર્ષના તળિયે
ગુરુવારે વેચવાલીના વાવાઝોડા વચ્ચે સેન્સેક્સ પેકની 30 પૈકી 8 સ્ક્રીપ્સ વર્ષના તળિયે બેસી ગઇ ગતી. તેમાં બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, ઇન્ફોસિસ, તાતા સ્ટીલ, તાતા કેમિ., અલ્ટ્રાટેક અને વીપ્રો જેવી ધૂરંધર કંપનીઓનો સમાવેશ થાય છે.
તે જ રીતે આજે 52 વીકના તળિયે બેઠેલા સેક્ટોરલ્સની પણ કેટલી કંપનીઓ વર્ષના તળિયે બેઠી છે તેનું લિસ્ટ પણ આ સાથે આપવામાં આવ્યું છે.
સેન્સેક્સ પેકની 8 સ્ક્રીપ્સ પહોંચી વર્ષના તળિયે
Security | LTP | 52 Weeks Low | Previous 52W Low | All Time Low |
BAJFINANCE | 5284 | 5,256 | 5284 (14 Jun22) | 22 (31 Aug 1998) |
HDFCBANK | 1281 | 1,278 | 1278 (19 May 22) | 32 (11 Apr 1996) |
INDUSINDBK | 810 | 806 | 812 (27 Dec 21) | 9 (17 Sep 2001) |
INFY | 1397 | 1,392 | 1400 (25 May 22) | 420 (03 May 1995) |
TATASTEEL | 902 | 899 | 952 (15 Jun22) | 67 (27 Sep 2001) |
TECHM | 976 | 971 | 1018 (15 Jun 22) | 204 (23 Jan 2009) |
ULTRACEMCO | 5309 | 5280 | 5328 (14 Jun 22) | 249 (25 Aug 2004) |
WIPRO | 422 | 420 | 438 (14 Jun 22) | 160 (19 Mar 2020) |
વર્ષના તળિયે બેઠેલા વિવિધ સેક્ટોરલ્સ બેઝ્ડ 52 વીકના તળિયે બેઠેલી સ્ક્રીપ્સ
- આઇટી ઇન્ડેક્સઃ 15 સ્ક્રીપ્સ વર્ષના તળિયે બેઠી હતી. તે પૈકી ઇન્ફોસિસ, માસ્ટેક, ટેક મહિન્દ્રા અને વીપ્રો મુખ્ય રહ્યા હતા.
- કન્ઝ્યુમર ડ્યુરેબલ્સઃ 2 સ્ક્રીપ્સ વર્ષની નીચી સપાટીએ રહી હતી. તે પૈકી અમ્બર અને વૈભવ ગ્લોબલનો સમાવેશ થાય છે.
- ફાઇનાન્સઃ 36 સ્ક્રીપ્સ વર્ષના તળિયે બેઠી હતી. તેમાં સંખ્યાબંધ બેન્કો, એચડીએફસી બેન્ક, આઇડીએફસી ફર્સ્ટ, ઇન્ડસઇન્ડ બેન્ક, એલઆઇસી હાઉસિંગ ફાઇ., આરબીએલ બેન્ક, એસબીઆઇ કાર્ડ યુટીઆઇ એએમસી વગેરેનો સમાવેશ થાય છે.
- હેલ્થકેરઃ 18 સ્ક્રીપ્સે નોંધાવ્યું 52 વીકનું તળિયું જેમાં જેબી કેમફાર્મા, ગ્લેનમાર્ક, જ્યુબિલન્ટ ફાર્મા, સ્પાર્ક અને સુવેનનો સમાવેશ થાય છે.
- ટેકનોલોજીઃ ઇન્ડેક્સ બેઝ્ડ ઇન્ફોસિસ, જસ્ટ ડાયલ, સ્ટર્લાઇટટેક, ટેક મહિન્દ્રા અને વીપ્રો વર્ષના તળિયે પહોંચ્યા હતા.
- મિડકેપ ઇન્ડેક્સઃ મિડકેપ ઇન્ડેક્સની પણ 15 સ્ક્રીપ્સ વર્ષની નીચી સપાટીએ સ્પર્શી ગઇ હતી. તેમાં સેઇલ, પીએફસી, રામકો સિમેન્ટ, નુવોકો, કાન્સાઇ નેરોલેક, જિંદાલ સ્ટીલ, આઇઆરએફસી, ગુજ. ગેસ, અમરારાજા વગેરેનો સમાવેશ થાય છે.
મેટલ ઇન્ડેક્સની 6 સ્ક્રીપ્સ વર્ષના તળિયે
Security | LTP | 52 Weeks Low | Previous 52W Low | All Time Low |
HINDALCO | 335.90 | 333.00 | 356 (15 Jun 22) | 37 (3 Mar 09) |
HINDZINC | 274.85 | 270.25 | 271 (14 Jun 22) | 4.25 (1 Nov 96) |
JINDALSTEL | 326.80 | 323.60 | 340 (29 Nov 21) | 48 (12 Feb 16) |
NMDC | 108.00 | 107.45 | 113 (14 Jun 22) | 12 (31 Jan 01) |
SAIL | 67.25 | 66.65 | 70 (26 May 22) | 3.95 (17 Sep 01) |
TATASTEEL | 901.70 | 898.50 | 952 (15 Jun 22) | 66.9 (27 Sep 01) |