4 દિવસ 873 પોઇન્ટના કરેક્શન પછી માર્કેટમાં 160 પોઇન્ટનો સુધારો
બેન્કિંગ- ફાઇનાન્સ અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં એક ટકા આસપાસ સુધારો
હેલ્થકેર શેર્સમાં સાધારણ ઘટાડાની ચાલ, બાકીના ઇન્ડાઇસિસમાં સુસ્ત ટ્રેન્ડ
નિફ્ટી ફરી 49 પોઇન્ટના સુધારા સાથે 18600 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ
અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં ચાલી રહેલી તેજીની ચાલમાં ચાર દિવસના કરેક્શન બાદ ગુરૂવારે ફરી સુધારો નોંધાયો હતો. જેમાં નિફ્ટી-50 ફરી તેની 18600 પોઇન્ટની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 48.85 પોઇન્ટના સુધારા સાથે 18609.35 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે બીએસઇ સેન્સેક્સ 160 પોઇન્ટની રિકવરી સાથે 62570.68 પોઇન્ટ બંધ રહ્યો હતો. જોકે, બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને કેપિટલ ગુડ્સને બાદ કરતાં બાકીના તમામ સેક્ટોરલ્સમાં એક ટકા કરતાં નીચી વોલેટિલિટી રહી હતી.
બેન્કેક્સ 517 પોઇન્ટ ઊછળ્યોઃ ઇન્ટ્રા-ડે 49708ની નવી ટોચે
બેન્કિંગ શેર્સમાં ફરી આકર્ષણઃ બીએસઇ બેન્કેક્સ 517.34 પોઇન્ટ સુધરી 49652.21 પોઇન્ટ બંધ રહ્યો તે પૂર્વે એક તબક્કે ઇન્ટ્રા-ડે 49707.65 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ સ્પર્શી ગયો હતો. ખાસ કરીને બેન્ક ઓફ બરોડા, ફેડરલ બેન્ક, એક્સિસ બેન્ક અને ઇન્ડસઇન્ડ બેન્કમાં બે ટકા ઊપરાંત સુધારો નોંધાયો હતો.
સ્ક્રીપ | બંધ | સુધારો (ટકા) |
બીઓબી | 188.05 | 6.54 |
ફેડરલ બેન્ક | 135.80 | 2.76 |
એક્સિસ બેન્ક | 939.45 | 2.71 |
ઇન્ડસઇન્ડ | 1191.60 | 2.31 |
બંધન બેન્ક | 251.45 | 1.99 |
કોટક બેન્ક | 1897.30 | -0.72 |
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ- સેન્ટિમેન્ટ સાવચેતીનું
બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3619 સ્ક્રીપ્સ પૈકી 1853માં સુધારો અને 1634માં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ હજી સાવચેતીનું અને પ્રોફીટ બુકિંગનું રહ્યું છે. સેન્સેક્સ પેકની 30 પૈકી 13 સ્ક્રીપ્સમાં સુધારો અને 17 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી.
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3619 | 1853 | 1634 |
સેન્સેક્સ | 30 | 13 | 17 |