સેન્સેક્સ 11 દિવસમાં 3008 પોઇન્ટ ઉછળ્યો, HCL ટેક. 11% ઊછળ્યો
કયા શેર્સ ઉપર રાખશો વોચ…..:
આઇટીસી | રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ |
જિયો ફાઇનાન્સ | વીપ્રો |
ભારતી એરટેલ | એચયુએલ |
સિગ્નિટી ટેકનો. | લૌરસ લેબ. |
એસબીએફસી | સિરકા પેઇન્ટ |
ટાટા એલેક્સી | મારુતિ |
અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ સેન્સેક્સની 11 દિવસની સળંગ સુધારાની ચાલમાં 3008 પોઇન્ટનો ઉછાળો નોંધાવા સાથે 67,838.63 પોઇટન્ટની સર્વોચ્ચ સપાટીએ બંધ રહેવા પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 67,927.23 પોઇન્ટની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. છેલ્લા 16 વર્ષમાં સળંગ 11 દિવસની સૌથી લાંબી તેજીના વિક્રમ સાથે સેન્સેક્સ ધીરે ધીરે 68000 અને ત્યારબાદ 69000- 70000 પોઇન્ટની નવી ટોચ ભણી સરકી રહ્યો છે. ત્યારે સેન્સેક્સ પેકની સ્થિતિ શું રહી તે જોવું એટલું જ જરૂરી રહેશે.
ટેકનો- ફન્ડામેન્ટલ ફેક્ટર્સ ઇન્ડિયન ઇકોનોમિ તેમજ ઇન્ડિયન સ્ટોક માર્કેટ્સની ફેવર કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને મોટાભાગના નિષ્ણાતો એવો આશાવાદ સેવી રહ્યા છે કે, સેન્સેક્સ ડિસેમ્બર/ દિવાળી સુધીમાં 70000 પોઇન્ટની નવી ટોચે આંબી જાય તો નવાઇ નહિં….!!
સેન્સેક્સ 11 દિવસમાં 3008 ઉછળી 67839 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ
Date | Open | High | Low | Close |
31/8/23 | 65,178 | 65,277 | 64,724 | 64,831 |
1/9/23 | 64,856 | 65,473 | 64,818 | 65,387 |
4/9/23 | 65,526 | 65,682 | 65,286 | 65,628 |
5/9/23 | 65,672 | 65,832 | 65,601 | 65,780 |
6/9/23 | 65,744 | 65,971 | 65,488 | 65,881 |
7/9/23 | 65,854 | 66,297 | 65,672 | 66,266 |
8/9/23 | 66,381 | 66,767 | 66,299 | 66,599 |
11/9/23 | 66,808 | 67,172 | 66,736 | 67,127 |
12/9/23 | 67,507 | 67,539 | 66,948 | 67,221 |
13/9/23 | 67,189 | 67,565 | 67,053 | 67,467 |
14/9/23 | 67,627 | 67,771 | 67,336 | 67,519 |
15/9/23 | 67,660 | 67,927 | 67,614 | 67,839 |
SENSEX પેકની 27 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તે પૈકી એચસીએલ ટેકનો. 11.28 ટકાના ઉછાળા સાથે ટોચ પર રહ્યો હતો. જ્યારે બાકીના આકર્ષક સુધારો નોંધાવનારા શેર્સમાં ભારતી એરટેલ 9.21 ટકા, વીપ્રો 8.08 ટકા, ટેક મહિન્દ્રા 8.07 ટકા, ટાટા સ્ટીલ 7.31 ટકા, એનટીપીસી 7.27 ટકા, ટીસીએસ 7.23 ટકા, લાર્સન 7.22 ટકા, એસબીઆઇ 6.6 ટકા અને એચડીએફસી બેન્ક 6 ટકા સુધારા સાથે અગ્રેસર રહ્યા હતા. માર્કેટ મોનિટર રિલાયન્સ, આઇટીસીમાં બે ટકા આસપાસ સુધારો નોંધાયો હતો. જ્યારે મહિન્દ્રામાં 1.21 ટકા સુધારો રહ્યો હતો. સામે એશિયન પેઇન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને પાવરગ્રીડમાં ઘટાડો નોંધાયો હતો. એશિયન પેઇન્ટ્સ 1.69 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 1.36 ટકા અને પાવરગ્રીડ 26.28 ટકા ઘટાડા સાથે રહ્યા હતા.
દિવાળીએ 70000?!! કયા શેર્સ રાખશો ધ્યાનમાં?!!
સેન્સેક્સ સુધારાની આગેકૂચ જાળવી રાખવા સાથે ડિસેમ્બર/ દિવાળી સુધીમાં 70000 પોઇન્ટની સપાટીને ટચ કરી જાય તો નવાઇ નહિં તેવી આગાહીઓ બજાર નિષ્ણાતો, ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર પંડિતો કરી રહ્યા છે. એફઆઇઆઇ, ડીઆઇઆઇની વેલ્યૂ બાઇંગ ઉપરાંત રિટેલ રોકાણકારોનો રસ ફરી શેરબજારોમાં વધી રહ્યો હોવાના કારણે બજારમાં સુધારાનો માહોલ જળવાઇ રહે તેવી શક્યતા જણાય છે.
SENSEX PACKમાં HCL ટેક, વીપ્રો, ટેક મહિન્દ્રા સહિત આઇટીનો દબદબો
સ્ક્રીપ | 31-8-23 | 15-9-23 | તફાવત રૂ. | તફાવત % |
HCL ટેક. | 1173 | 1305 | +132 | +11.28 |
ભારતી એરટેલ | 857 | 936 | +79 | +9.21 |
વીપ્રો | 408 | 441 | +33 | +8.08 |
ટેક મહિન્દ્રા | 1202 | 1299 | +97 | +8.07 |
ટાટા સ્ટીલ | 123 | 132 | +9 | +7.31 |
NTPC | 220 | 236 | +16 | +7.27 |
TCS | 3357 | 3600 | +243 | +7.23 |
લાર્સન | 2706 | 2901 | +195 | +7.22 |
SBI | 561 | 598 | +37 | +6.6 |
HDFC બેન્ક | 1572 | 1662 | +90 | +6.00 |
ઇન્ફોસિસ | 1434 | 1512 | +78 | 5.71 |
ટાટા મોટર્સ | 601 | 634 | +33 | +5.49 |
એક્સિસ બેન્ક | 974 | 1027 | +53 | +5.44 |
ઇન્ડસઇન્ડ બેન્ક | 1377 | 1450 | +73 | +5.21 |
મારુતિ | 10007 | 10528 | +521 | +5.21 |
અલ્ટ્રાટેક | 8315 | 8728 | +413 | +4.96 |
ટાઇટન | 3107 | 3250 | +143 | +4.60 |
બજાજ ફાઇનાન્સ | 7165 | 7493 | +328 | +4.55 |
JSW સ્ટીલ | 780 | 812 | +32 | +4.10 |
ICICI બેન્ક | 958 | 992 | +34 | +3.54 |
બજાજ ફીનસર્વ | 1488 | 1538 | +50 | +3.33 |
સન ફાર્મા | 1112 | 1150 | +38 | +3.41 |
કોટક મહિન્દ્રા બેન્ક | 1760 | 1816 | +56 | +3.18 |
નેસ્લે | 21992 | 22614 | +622 | +2.83 |
રિલાયન્સ | 2407 | 2460 | +53 | +2.20 |
ITC | 440 | 448 | +8 | +1.81 |
મહિન્દ્રા- મહિન્દ્રા | 1576 | 1595 | +19 | +1.21 |
એશિયન પેઇન્ટ | 3251 | 3197 | -54 | -1.69 |
HUL | 2504 | 2470 | -34 | -1.36 |
પાવરગ્રીડ | 245 | 194 | -51 | -26.28 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)