સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શને ખેડામાં એએસી વોલ પ્લાન્ટનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું
વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતા ખેડા યુનિટમાં લગભગ રૂ. 65 કરોડનું રોકાણ કર્યું
અમદાવાદ, 10 જૂન: ગુજરાત સ્થિત બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ અને થાઈલેન્ડની એસસીજી ઇન્ટરનેશનલ કોર્પોરેશન કંપની લિમિટેડ (એસસીજી ઇન્ટરનેશનલ) વચ્ચેના સંયુક્ત સાહસ સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાતના ખેડામાં તેના પહેલા પ્લાન્ટનો કોમર્શિયલ પ્રોડક્શન સાથે તેની ભારતની કામગીરીનો પ્રારંભ કર્યો છે. આ સંયુક્ત સાહસે અમદાવાદ નજીક ખેડા જિલ્લા (ગુજરાત)માં ભારતના પ્રથમ એએસી વોલ પ્લાન્ટ સહિત વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતાનો પ્રોજેક્ટ ઊભો કરવા માટે લગભગ રૂ. 65 કરોડનું રોકાણ કર્યું છે. આ એએસી વોલનું ‘ZMARTBUILD WALL by NXTBLOC’ બ્રાન્ડ હેઠળ માર્કેટિંગ કરાશે.
ભારત ખાતેના થાઈલેન્ડના રાજદૂત માનનીય સુશ્રી પત્તારત હોંગટોંગ, ગુજરાત સરકારના ઉદ્યોગો તથા એમએસએમઈના પ્રધાન બળવંતસિંહ રાજપૂત અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બિગબ્લોક કન્સ્ટ્રક્શને અમદાવાદ નજીક ખેડા જિલ્લામાં (ગુજરાતમાં) એએસી વોલ્સ અને એએસી બ્લોક્સ માટે અત્યાધુનિક ઉત્પાદન એકમ ઊભું કરવા માટે થાઈલેન્ડની એસસીજી ઇન્ટરનેશનલ સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસની રચના કરી હતી. બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નરેશ સાબૂએ જણાવ્યું હતું કે સંયુક્ત સાહસના બંને પક્ષકારો તરફથી મંજૂરી મળ્યા બાદ પ્રોજેક્ટમાં બીજા તબક્કામાં દર વર્ષે 5 લાખ ક્યુબિક મીટર સુધી વિસ્તરણ કરવાની ક્ષમતા છે.
ગુજરાતના ખેડામાં સંયુક્ત સાહસનો આ પ્લાન્ટ ભારતનો પ્રથમ એએસી વોલ પ્લાન્ટ પણ હશે. કંપની ભારતીય બજારો માટે 3-8 ઇંચની જાડાઈ, 8-12 ફૂટની લંબાઈ અને 2 ફૂટ પહોળાઈની લાર્જ ફોર્મેટ એએસી વોલ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી લોન્ચ કરશે. અને સંપૂર્ણ ક્ષમતાએ પહોંચ્યા બાદ વર્ષે આશરે રૂ. 1,00 કરોડની આવક ઊભી કરે તેવી અપેક્ષા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)