મુંબઈ, 23 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.69,725ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. 70000ની સપાટી નજીક ઉપરમાં રૂ.69,988 અને નીચામાં રૂ.69,500ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.374 વધી રૂ.69,683ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.392 વધી રૂ.69,652 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.382 વધી રૂ.69,670 બોલાઈ રહ્યો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 75,736 સોદાઓમાં રૂ.5,879.95 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,231ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,360 અને નીચામાં રૂ.59,152ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.460 વધી રૂ.59,216ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.280 વધી રૂ.46,936 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.35 વધી રૂ.5,794ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.427 વધી રૂ.59,111ના સ્તરે પહોંચ્યો હતો.

ક્રૂડ તેલ રૂ.27 ડાઊનઃ કોટન-ખાંડીમાં ઢીલાશઃ મેન્થા તેલમાં સુધારાનો સંચાર

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,804ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,844 અને નીચામાં રૂ.5,771ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.27 ઘટી રૂ.5,812 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.29 ઘટી રૂ.5,813 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.183ના ભાવે ખૂલી, રૂ.1.70 ઘટી રૂ.181.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 2.5 ઘટી 195.3 બોલાઈ રહ્યો હતો. 36,864 સોદાઓમાં રૂ.1,194.19 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.61,240ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,400 અને નીચામાં રૂ.61,180ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20 ઘટી રૂ.61,320ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.20 વધી રૂ.992.10 બોલાયો હતો. રૂ.25.29 કરોડનાં કામકાજ થયા હતા.