ઈશ્યૂ પ્રાઈસ139
લિસ્ટિંગ264
પ્રીમિયમ90 ટકા
બંધ277.30
રિટર્ન99.50 ટકા

અમદાવાદ, 17 નવેમ્બરઃ નવા વર્ષમાં સતત બીજા એસએમઈ આઈપીઓએ મબલક રિટર્ન આપી રોકાણકારોને ખુશ કર્યા છે. બીએસઈ એસએમઈ ઈમર્જ ખાતે કલ્યાણી કાસ્ટ ટેક્ના આઈપીઓએ બમ્પર લિસ્ટિંગ સાથે રોકાણકારોની મૂડી સાત દિવસમાં જ ડબલ કરી છે.

કલ્યાણી કાસ્ટ ટેકના આઈપીઓએ રૂ. 139ની ઈશ્યૂ પ્રાઈસ સામે 90 ટકા પ્રીમિયમે ₹264.10ના સ્તરે લિસ્ટિંગ કરાવી હતી. બપોરે 1 વાગ્યા સુધીમાં, શેર BSE પર લિસ્ટિંગ પછી 5% વધીને ₹277.30ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જે ઈશ્યૂ પ્રાઈસ સામે 99.50 ટકા રિટર્ન દર્શાવે છે.

લિસ્ટિંગ પહેલા, કલ્યાણી કાસ્ટ ટેકના શેર અનલિસ્ટેડ માર્કેટમાં ₹95ના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

IPOને રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો. કુલ 208 ગણો ભરાયો હતો. જેમાં NII પોર્શન 439 ગણો અને રિટેલ પોર્શન 190 ગણો ભરાયો હતો. જ્યારે ક્યુઆઈબી પોર્શન 66 ગણો ભરાયો હતો.

8 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી બિડિંગ માટે ખુલેલા ઈસ્યુની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹137-139 નક્કી કરવામાં આવી હતી. જેમાં કલ્યાણી કાસ્ટ ટેકે IPO માર્ગ દ્વારા ₹30.11 કરોડ એકત્ર કર્યા હતા.

કંપની વિશેઃ

સપ્ટેમ્બર 2012માં સ્થાપિત, કલ્યાણી કાસ્ટ ટેક કાસ્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલી છે. તે ઈલેક્ટ્રિકલ લોકો માટે બેરિંગ હાઉસિંગ, MG કપ્લર કમ્પોનન્ટ્સ, WDG4 લોકો માટે એડેપ્ટર અને CI બ્રેક બ્લોક્સ જેવા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. કંપની કાર્ગો કન્ટેનરના ઉત્પાદનમાં નિષ્ણાત છે, જેમાં ISO કન્ટેનર અને પાર્સલ કાર્ગો માટે કસ્ટમ કન્ટેનર, ટુ અને થ્રી-વ્હીલર્સ, ડ્વાર્ફ અને ક્યુબોઇડ કન્ટેનરનો સમાવેશ થાય છે.

કંપની ભારતીય રેલ્વે, ખાણકામ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રાસાયણિક અને ખાતર પ્લાન્ટ અને પાવર ઉદ્યોગો સહિત વિવિધ ક્લાયન્ટ બેઝ ધરાવે છે.