SME IPO: Pratham EPC Projectsનો આઈપીઓમાં રોકાણકારોને 59 ટકા રિટર્ન, પ્રીમિયમે લિસ્ટિંગ બાદ 5 ટકા અપર સર્કિટ
અમદાવાદ, 18 માર્ચઃ સેકેન્ડરી માર્કેટની વોલેટિલિટીના પગલે મેઈન બોર્ડના આઈપીઓમાં શુષ્ક માહોલ સાથે શેર ડિસ્કાઉન્ટ થયા છે, જ્યારે બીજી બાજુ એસએમઈ આઈપીઓએ પોતાનું શ્રેષ્ઠ લિસ્ટિંગ પર્ફોર્મન્સ જાળવી રાખ્યું છે. એનએસઈ એસએમઈ ખાતે આજે લિસ્ટિંગ કરાવનાર પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સે રોકાણકારોને પ્રથમ દિવસે જ 58.6 ટકા રિટર્ન આપ્યું છે.
IPO Return At A Glance
આઈપીઓ સાઈઝ | રૂ. 36 કરોડ |
ઈશ્યૂ પ્રાઈસ | રૂ. 75 |
લિસ્ટિંગ | 113.30 |
હાઈ | 118.95 |
રિટર્ન | 58.6 ટકા |
જીએમપી | રૂ. 35 |
પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સે આજે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 75 સામે 51 ટકા પ્રીમિયમે રૂ. 113.30ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઘટી 110ની બોટમ નોંધાવી હતી, જો કે, બાદમાં 5 ટકા અપર સર્કિટ સાથે 118.95ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
11થી 13 માર્ચ દરમિયાન યોજાયેલા પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સના આઈપીઓના ગ્રે માર્કેટમાં રૂ. 35થી 40 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. કંપનીએ રૂ. 75ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 36 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. ઈશ્યૂને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. રિટેલ રોકાણકારોએ ટ્રિપલ ડિજિટમાં અર્થાત 179.48 ગણી અરજી કરી હતી. ક્યુઆઈબી પોર્શન 70.28 ગણો અને એનઆઈઆઈ 320.53 ગણા સબ્સક્ર્પિશન સાથે કુલ 178.54 ગણો ભરાયો હતો.
માર્કેટ નિષ્ણાતોએ ઉભરતી ગેસ પાઈપલીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સેવાઓ આપતી કંપની પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સ માટે પોઝિટીવ વલણ દર્શાવી આઈપીઓ ભરવા સલાહ આપી હતી. કંપની આઈપીઓ હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ મશીનરીની ખરીદી, કાર્યકારી મૂડીની જરૂરિયાતો તેમજ જનરલ કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરવા કરવાની છે. કંપનીએ ગત નાણાકીય વર્ષમાં રૂ. 7.64 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જે 2021-22માં રૂ. 4.41 કરોડ સામે 73.14 ટકા વધ્યો છે. આવક 2.07 ટકા વધી રૂ. 35.81 કરોડ થઈ છે. 2014માં સ્થાપિત પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ ઓઈલ અને ગેસ યુટિલિટીમાં એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પ્રદાન કરે છે. જે એન્જિનિયરિંગ, ખરીદી, કંસ્ટ્રક્શન અને કમિશનિંગ સહિતના સેગમેન્ટમાં કાર્યરત છે.