IPOઈશ્યૂ
પ્રાઈસ
લિસ્ટિંગલિસ્ટિંગ
ગેઈન%
હાઈરિટર્ન
%
Trident
Techlabs
3598180.43103194
Supreme
Power
659850.7710358
Indifra657210.777312

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ એસએમઈ સેગમેન્ટના મોટાભાગના આઈપીઓએ આ વર્ષે રોકાણકારોને મબલક રિટર્ન આપી સારી એવી કમાણી કરાવી છે. જેમાં વર્ષના અંતે પણ લિસ્ટેડ થનારા 3 આઈપીઓમાં એવરેજ 80 ટકા રિટર્ન આપી તેજીનો દોર જાળવી રાખ્યો છે.

એનએસઈ એસએમઈ ખાતે આજે ટ્રિડેન્ટ ટેકલેબ્સે સૌથી વધુ 180.43 ટકા પ્રીમિયમે રિટર્ન કરાવ્યું છે. જ્યારે, સુપ્રિમ પાવર ઈક્વિપમેન્ટનો આઈપીઓ 50.77 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો છે. આ સિવાય ઈન્ડિફ્રા લિ.એ 10.77 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ 12.30 ટકા સુધી રિટર્ન આપી પ્રીમિયમ જાળવી રાખ્યું હતું.

કેટલુ ગ્રે પ્રીમિયમ

ગ્રે માર્કેટમાં ટ્રિડેન્ટ ટેકલેબ્સમાં સૌથી વધુ 128 ટકા અર્થાત રૂ. 45 પ્રીમિયમ ચાલી રહ્યા હતા. જ્યારે સુપ્રીમ પાવરમાં રૂ. 50 (77 ટકા) ગ્રે પ્રીમયમ હતાં. જો કે, ઈન્ડિફ્રામાં કોઈ ગ્રે પ્રીમિયમ જોવા મળ્યા ન હોવા છતાં પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને રાહત આપી હતી. ટ્રિડેન્ટના આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જે કુલ 763.30 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 1059.43 ગણી અરજી કરી હતી. જ્યારે ઈન્ડિફ્રા લિ. 7.21 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. સુપ્રિમ પાવર ઈક્વિપમેન્ટ 262.60 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે હોટ ફેવરિટ આઈપીઓ રહ્યો હતો.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)