ભારતની અગ્રણી ગ્રામીણ ફિનટેક સ્પાઇસ મનીએ ગ્રામીણ ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકોની સફળતાની ઉજવણી કરવા અને તેમની મહેનતને બિરદાવવા એક પહેલ હાથ ધરી છે. આ મહિલા દિવસ પર કંપનીએ એના 1 મિલિયનથી વધારે વેપારી સમુદાય (સ્પાઇસ મની અધિકારીઓ)ના પરિવારમાં મહિલાઓ માટે શિક્ષણની ભેટ આપવાની જાહેરાત કરી છે. આ અધિકારીઓ માટે કમાલ કા મૌકા છે, જે તેમની પત્નીઓને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતાની તાલીમ પ્રદાન કરશે અને તેમની દિકરીઓને એક વર્ષ માટે નિઃશુલ્ક ઓનલાઇન શિક્ષણ આપશે. આ ઉપરાંત કંપનીએ ગ્રામીણ ભારતમાં મહિલા વેપારીઓ/નેનોપ્રીન્યોર્સની સફળતાની ઉજવણી કરતી એની નવી બ્રાન્ડ ફિલ્મ પણ પ્રસ્તુત કરી છે. રાષ્ટ્રીય સ્તરે હાજરી સાથે અગ્રણી ગ્રામીણ ફિનટેક તરીકે મહિલાઓનું સશક્તિકરણ અને અધિકારીઓની દિકરીઓને શિક્ષણ કંપનીના અધિકારી નેટવર્કના સર્વાંગી વિકાસના વિઝનને સુસંગત છે.

સ્પાઇસ મની ગ્રામીણ ક્ષેત્રના મહામારીગ્રસ્ત, નાણાકીય રીતે નબળાં વિસ્તારોમાં હજારો ભારતીય નાગરિકોના સશક્તિકરણ માટે અને નાણાકીય સર્વસમાવેશકતા લાવવામાં મોખરે છે. આ મહિલા દિવસ પર સ્પાઇસ મની મહિલા નેનોપ્રીન્યોર્સની સફળતાની ઉજવણી કરે છે, જેમણે અવરોધો પર વિજય મેળવ્યો છે તથા નાણાકીય આત્મનિર્ભતા હાંસલ કરવાની સફર શરૂ કરી છે અને સકારાત્મક સામાજિક અસર કરી છે, જે એની બ્રાન્ડ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મની શરૂઆત એક ગામડાથી થાય છે, જ્યાં પ્રવાસીને રોકડ રકમ ઉપાડવાની જરૂર પડે છે. તેઓ એટીએમ શોધે છે અને લોકો ભાનુની દુકાન દેખાડે છે. આ દુકાન પર પહોંચતા પ્રવાસીને ભાનુ નામની એક મહિલા મળે છે. આ એ પરંપરાગત માન્યતા તોડે છે કે, ફક્ત પુરુષો જ ઘરની આજીવિકાનું મુખ્ય માધ્યમ છે, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં. ભાનુ સ્પાઇસ મની નારી અધિકારી તરીકે કામ કરે છે અને તેની આસપાસના સમુદાયમાં લોકોને નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે. તે ગ્રામીણ ભારતના દરેક ખૂણામાં આધુનિક, આકાંક્ષી, નાણાકીય રીતે આત્મનિર્ભર ભારતીય મહિલાનું પ્રતીક છે. આ પ્રેરક ફિલ્મ અન્ય મહિલાઓના જુસ્સાઓને પણ બિરદાવે છે, જેમણે તેમના જીવન અને નાણાકીય બાબતોની જવાબદારી લીધી છે, તો તેમના સમુદાયમાં નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. ફિલ્મની લિન્ક: https://www.youtube.com/watch?v=eSrvZAr2xzY&feature=youtu.be

ગ્રામિણ મહિલાઓમાં પણ ઉદ્યોગ સાહસિકતા વિકસી શકે

ભાનુ જેવી વધારે મહિલા નેનોપ્રીન્યોર્સની સુનિશ્ચિતતા કરવા સ્પાઇસ મનીએ એડટેક સ્ટાર્ટઅપ્સ સ્પીડ લેબ્સ સાથે જોડાણ કર્યું છે. – સ્પાઇસ મનીના સહ-સ્થાપક અને સીઇઓ સંજીવ કુમાર

સ્પીલેબ્સ સમગ્ર દેશમાં શિક્ષણ માટે કટિબદ્ધ

 “સ્પીડલેબ્સ સમગ્ર દેશમાં લોકો માટે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત અંગત શિક્ષણ આપવા કટિબદ્ધ છે. સ્પાઇસ મની સાથે આ જોડાણ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કસ્ટમાઇઝ સેલ્ફ-લર્નિંગ પ્લેટફોર્મ સાથે ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવવાના અમારા સહિયારા વિઝનને મજબૂત કરશે. આ પહેલ ગ્રામીણ ભારતમાં વધુ મહિલાઓને નાણાકીય સેવાઓમાં મોખરે લાવશે.”- સ્પીડલેબ્સના સ્થાપક વિવેક વાર્ષ્નેય