SBIએ 10 અબજ MTN પ્રોગ્રામ હેઠળ ઈન્ડિયા INX ખાતે બોન્ડ દ્વારા USD 75 કરોડ એકત્ર કર્યા
ગાંધીનગર, 29 મેઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ USD 10 બિલિયન ગ્લોબલ મીડિયમ નોટ પ્રોગ્રામ હેઠળ USD 75 કરોડના વિદેશી ચલણ બોન્ડ ઈશ્યૂ કર્યા છે. GIFT IFSCsના અગ્રણી પ્રાઈમરી ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટર્સ (વિદેશી રોકાણકારો) પાસેથી ભંડોળ એકત્ર કરવા માટેનું બજાર પ્લેટફોર્મ ઈન્ડિયા INX પરથી બોન્ડ જારી કરી 75 કરોડ ડોલરનું ફંડ એકત્ર કર્યું છે. ઑફશોર બિઝનેસ ગ્રોથને ફંડ આપવા માટે SBIની લંડન શાખા દ્વારા બોન્ડ જારી કરવામાં આવ્યા હતા અને તેની કિંમત સ્પર્ધાત્મક હતી.
IFSCAના ચેરપર્સન ઈન્જેતી શ્રીનિવાસે, જણાવ્યું હતું કે SBIએ ભારતીય કોર્પોરેટ માટે વિદેશી મૂડી એકત્ર કરવા માટે પસંદગીના સ્થળ તરીકે GIFT IFSCને દર્શાવતા USD 75 કરોડના બોન્ડને India INX પર લિસ્ટેડ કર્યા છે. SBIએ GIFT IFSCમાં અન્ય ઘણી પહેલ કરી છે, જેમાં દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર માટે પ્રાદેશિક મુખ્ય કાર્યાલયની સ્થાપના, સર્ટિફિકેટ ઑફ ડિપોઝિટ પ્રોગ્રામ વગેરેની પહેલ વગેરેનો સમાવેશ થાય છે. SBIના ચેરમેન દિનેશ ખારાએ જણાવ્યું હતું કે ઇશ્યુએ સમગ્ર ભૌગોલિક ક્ષેત્રોમાં અનેક માર્કી એકાઉન્ટ્સમાંથી મોટી ભાગીદારી પ્રાપ્ત કરી હતી, જેના પરિણામે ચાલુ વર્ષ દરમિયાન તમામ USD ભારતીય બોન્ડ ઇશ્યુમાં સૌથી વધુ સ્પ્રેડ કમ્પ્રેશન થયું હતું.
BSE લિમિટેડના MD અને CEO સુંદરરામન રામામૂર્તિએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2018માં લૉન્ચ થયા બાદથી ઈન્ડિયા INX પ્લેટફોર્મ પર સ્થપાયેલા એકંદર MTNની કિંમત USD 72 અબજ અને 52 અબજ ડોલરના બોન્ડનું લિસ્ટિંગ થયું છે.