અમદાવાદ, 13 ડિસેમ્બરઃ સ્ટર્લિંગ એક્યુરિસ ડાયગ્નોસ્ટિક્સ, NABL-માન્યતા પ્રાપ્ત પેથોલોજી પ્રયોગશાળાઓની અગ્રણી શૃંખલાએ ફાર્માસ્યુટિકલ/ડ્રગ ટેસ્ટિંગ સહિતની વિશ્લેષણાત્મક પરીક્ષણ સેવાઓના અગ્રણી પ્રદાતા, અમદાવાદ સ્થિત વૈભવ એનાલિટિકલ સર્વિસિસના સંપાદનની જાહેરાત કરી છે. આ સંપાદન સાથે, સ્ટર્લિંગ એક્યુરિસે તેની ફાર્માસ્યુટિકલ વિશ્લેષણાત્મક પરીક્ષણ જેવા ક્ષેત્રોમાં ઓફર કરવામાં આવતી સેવાઓની શ્રેણી સફળતાપૂર્વક વિસ્તૃત કરી છે.

ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ દવાના ઉત્પાદનમાં 33% હિસ્સો અને દવાની નિકાસમાં 28% હિસ્સો સાથે ભારતમાં પ્રથમ ક્રમે છે. 1999 માં સ્થપાયેલ, વૈભવ એનાલિટીકલ સર્વિસીસ એ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને સેવા પ્રદાતા છે અને ફાર્માસ્યુટિકલ વિશ્લેષણમાં તેની કુશળતા માટે વખણાય છે, જે દવાના વિકાસ અને ઉત્પાદનના નિર્ણાયક પાસાં છે. વૈભવ એનાલિટીકલ સર્વિસીસ તેની NABL માન્યતા પ્રાપ્ત લેબોરેટરીનું સંચાલન કરે છે, જે અમદાવાદ ખાતે ફાર્માસ્યુટિકલ પરીક્ષણ માટે આંતરરાષ્ટ્રીય ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરે છે અને સમગ્ર ભારતમાંથી ગ્રાહકોને સેવા આપે છે. કંપનીને CRIA અધિકૃત પ્રયોગશાળા તરીકે નાઇજિરિયન સરકાર (NAFDAC) તરફથી પણ મંજૂરી મળી છે.

2015 માં સ્થપાયેલ સ્ટર્લિંગ એક્યુરિસ ડાયગ્નોસ્ટિક્સમાં 250+ કરતાં વધુ સંગ્રહ કેન્દ્રો અને 65+ પ્રયોગશાળાઓ છે અને કંપનીએ તેની શરૂઆતથી ઝડપી વૃદ્ધિનો અનુભવ કર્યો છે. મોર્ગન સ્ટેનલી પ્રાઇવેટ ઇક્વિટી એશિયા સ્ટર્લિંગ એક્યુરિસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણકાર છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)