મુંબઈ, 17 ડિસેમ્બર:  પાવર ટ્રાન્સમિશન કન્ડક્ટર્સ તથા કેબલ ક્ષેત્રની કંપની સ્ટર્લાઈટ પાવરે GEFકેપિટલ પાર્ટનર્સ અને ENAM હોલ્ડિંગ્સ પાસેથી પ્રાથમિક તબક્કામાં સફળતાપૂર્વક રૂપિયા 725 કરોડનું મૂડી ભંડોળ એકત્રિત કર્યું છે. સ્ટર્લાઈટ પાવરના ડિમર્જર કરવાની કવાયતના ભાગરૂપે ગ્લોબલ પ્રોડક્ટ્સ એન્ડ સોલ્યુશન્સ (જીપીએસ)ના કારોબારને અલગ કરવામાં આવ્યો હતો અને હવે ઓક્ટોબર,2024થી તે એક સ્વતંત્ર કંપની છે. તેની શરૂઆત થઈ ત્યારબાદ પ્રોડક્ટ્સ તથા સોલ્યુશન્સ માટે આ પ્રથમ વખત ભંડોળ એકત્રિકરણ કરવામાં આવ્યું છે.

 નાણાકીય વર્ષ 2025ના પ્રથમ છ મહિનાના ગાળામાં જીપીએસ બિઝનેસે રૂપિયા 2,715 કરોડનું મૂલ્ય ધરાવતા ઓર્ડરને સુરક્ષિત કરીને તેની વૃદ્ધિના વેગને જાળવી રાખ્યો છે. નવેમ્બર મહિનાના અંત ભાગ સુધીમાં જીપીએસ બિઝનેસની ઓર્ડરબુક રૂપિયા 6,700 કરોડ રહી છે.

સ્ટર્લાઈટ પાવર ટ્રાન્સમિશન લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર પ્રતીક અગ્રવાલે જણાવ્યું હતું કે આ રોકાણ બજારમાં અત્યાધુનિક સોલ્યુશન્સ તથા એડવાન્સ્ડ ટેકનોલોજી રજૂ કરવાની અમારી કાર્યક્ષમતાને નોંધપાત્ર પ્રમાણમાં વેગ આપશે.

GEF કેપિટલ પાર્ટનર્સ એલએલસીના અલિપ્ત શર્માએ જણાવ્યું હતું કે ડિકાર્બોનાઈઝીંગ ટ્રાન્સમિશન નેટવર્ક્સ એ લો-કાર્બન ઈકોનોમીમાં ટ્રાન્સમિશનનો એક ચાવીરૂપ ભાગ છે. આ ઉપરાંત રિન્યુએબલ એનર્જીની વૃદ્ધિ માટે ટ્રાન્સમિશન નેટવર્ક્સનું આધુનિકીકરણ તથા અપગ્રેડેશન ખૂબ જ જરૂરી છે. એક્સિસ કેપિટલ આ ટ્રાન્ઝેક્શન માટે એક્સક્લુઝીવ ફાયનાન્શિયલ એડવાઈઝર હતી જ્યારે ખૈતાન એન્ડ કંપનીએ લીગલ કાઉન્સિલ તરીકે કાર્ય કર્યું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)