શેરબજારે બીજેપીની જીતને વધાવી, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીએ 20500 સપાટી ક્રોસ કરી
સ્ટોક ટ્રેડેડ | 3736 |
પોઝિટીવ | 2497 |
નેગેટિવ | 1039 |
સ્થિર | 200 |
અપર સર્કિટ | 323 |
લોઅર સર્કિટ | 144 |
52 વીક હાઈ | 356 |
52 વીક લો | 23 |
અમદાવાદ, 4 ડિસેમ્બરઃ ગઈકાલે ચાર રાજ્યોની ચૂંટણીમાંથી 3 રાજ્યોમાં ભાજપે કબજો જમાવ્યો છે. જેની જીતને શેરબજારના રોકાણકારોએ વધાવી 2024માં સરકાર બનવાના નિશ્ચિત એંધાણ સાથે ખરીદી વધારી છે. પરિણામે આજે સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ ઉછળી 68587.82ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી પણ 20500ની અતિ મહત્વની સપાટી ક્રોસ કરી 20602.50ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે.
ઓવરઓલ માર્કેટમાં તેજી
બેન્કિંગ અને ઓઈલ એન્ડ ગેસ સિવાયના તમામ સેક્ટરોલ ઈન્ડેક્સ નવી ટોચે ટ્રેડ થઈ રહ્યા છે. જે માર્કેટમાં એકંદરે તેજીનુ વલણ દર્શાવે છે. બીએસઈ સેન્સેક્સ ખાતે ટ્રેડેડ કુલ 30 પૈકી ટાઈટન, એશિયન પેઈન્ટ, સનફાર્મા, નેસ્લે લિ. અને મારૂતિ સુઝુકીના શેર 1 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે અન્ય 25 સ્ક્રિપ્સમાં 4 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.
જિયોજીતના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, “રાજ્યની ચૂંટણીના પરિણામોએ રોકાણકારોના આશાવાદને પ્રોત્સાહન આપ્યું છે. જે બજારમાં વધુ તેજી લાવી શકે છે. રાજકીય સ્થિરતા, સુધારાલક્ષી જીડીપી-ફુગાવો નાણાકીય સેવાઓને પ્રોત્સાહનો સહિતના માપદંડો શેરબજારને સતત નવી ટોચે લઈ જશે.”
યુએસ 10-વર્ષના બોન્ડ યીલ્ડ ઘટીને 4.23 ટકા સાથે વિદેશી રોકાણકારોને ભારતીય શેરબજારમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરી રહી છે. આગામી વર્ષે ફેડ બેન્ક દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની આગાહી એફઆઈઆઈ રોકાણમાં વધારો કરશે.
Tata Technology અને Gandhar Oil 5% તૂટ્યા, Flair Writingમાં લોઅર સર્કિટ
શેરબજારની તેજી વચ્ચે બમ્પર લિસ્ટિંગ સાથે રોકાણકારોની મૂડી ડબલ કરનારા ગત સપ્તાહે લિસ્ટેડ બહુચર્ચિત ટાટા ટેક્નોલોજીસ, ગાંધાર ઓઈલ રિફાઈનરીના શેરમાં મોટાપાયે કરેક્શન જોવા મળ્યુ છે. ટાટા ટેક્નોલોજીસનો શેર 4.66 ટકા ઘટાડે 1163.30ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જે આજે 1151ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો. ગાંધાર ઓઈલ રિફાઈનરીનો શેર પણ ઓલટાઈમ લો 269.30 સપાટી નોંધાવ્યા બાદ 3.05 ટકા ઘટાડે કારોબાર થઈ રહ્યો છે.
ફ્લેર રાઈટિંગના શેરમાં 10 ટકાની લોઅર સર્કિટ વાગી છે. જે 407.45ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. જેની સર્વોચ્ચ ટોચ 514 છે. ઉલ્લેખનીય છે, ત્રણેય આઈપીઓ તેની ઈશ્યૂ પ્રાઈસ સામે હજી પોઝિટીવ રિટર્ન આપી રહ્યા છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)