નિફ્ટી 16600નો પહેલો પડાવ પાર, 16750 નજીકની પ્રતિકારક

એફપીઆઇની ખરીદી

  • ચાલુ કેલેન્ડર વર્ષમાં સતત વેચવાલ રહેલી વિદેશી નાણાકીય સંસ્થાઓની સોમવારે રૂ. 502.08 કરોડની નેટ ખરીદી રહી હોવાનું બીએસઇના આંકડાઓ દર્શાવે છે. જે માર્કેટ સેન્ટિમેન્ટ માટે પોઝિટિવ નિશાની ગણાવી શકાય.
  • સોમવારે સ્થાનિક સંસ્થાઓની પણ રૂ. 1524.49 કરોડની જંગી નેટ ખરીદીનો ટેકો જારી રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ

  • બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3615 સ્ક્રીપ્સ પૈકી 64.51 ટકા સ્ક્રીપ્સમાં સુધારો અને 31.42 ટકા સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે માર્કેટબ્રેડ્થ/ માર્કેટ અંડરટોન પોઝિટિવ હોવાનો સંકેત આપે છે.

તમામ સેક્ટોરલ્સમાં સુધારાની ચાલ

  • આજે તમામ સેક્ટોરલ્સમાં સુધારાની ચાલ રહી હતી. ખાસ કરીને એનર્જી, ફાઇનાન્સ, આઇટી, ટેલિકોમ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ, રિયાલ્ટી તેમજ ટેકનોલોજી ઇન્ડેક્સમાં એકથી 4.41 ટકા સુધીનો સંગીન સુધારો નોંધાયો હતો. જે દર્શાવે છે કે માર્કેટમાં રાહત રેલી લંબાઇ શકે છે.

સોમવારે શરૂ થયેલા નવા સપ્તાહના પ્રારંભે સેન્સેક્સે 1041.08 પોઇન્ટના ઉછાળા સાથે 55925.74 પોઇન્ટની સપાટી નોંધાવી છે. ઇન્ટ્રા-ડે 56000 ક્રોસ થયેલો સેન્સેક્સ સળંગ ત્રણ દિવસ 56000 ઉપર બંધ આપે તે માર્કેટ સેન્ટિમેન્ટની મજબૂતાઇ માટે જરૂરી હોવાનું નિષ્ણાતો માને છે. ટેકનિકલી નિફ્ટીએ પણ 16600 પોઇન્ટનો પહેલો પ્રતિકારક પડાવ પાર કરવામાં સફળતા મેળવી છે. ટેકનિકલ નિષ્ણાતોના મત અનુસાર નિફ્ટી માટે હવે નજીકની પ્રતિકારક સપાટી 200 દિવસીય એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ 16750 પોઇન્ટની સપાટી જણાય છે.

ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ બુલિશ કેન્ડલ પેટર્ન રચી છે. સાથે સાથે સોમવારે હાયર ઓપન હાયર ક્લોઝિંગ પણ આપ્યું છે. અર્થાત્ જે લેવલે ખૂલ્યો તેનાથી ઊપરના લેવલે બંધ રહ્યો છે. તે સારો સંકેત ગણાવી શકાય. મિડકેપ્સ અને સ્મોલકેપ્સમાં પણ 2.5 ટકા આસપાસ સુધારો રહ્યો છે. બેન્ક નિફ્ટીઃ 214 પોઇન્ટના સુધારા સાથે 35827 પોઇન્ટના મથાળે બંધ રહેવા સાથે હાયર ઓપન લોઅર ક્લોઝિંગની સ્થિતિ તેમજ ડેઇલી ચાર્ટ ઉપર હજી બેરિશ કેન્ડલ સાવચેતીનો સંકેત આપે છે. બેન્ક નિફ્ટીએ 35750 પોઇન્ટનું લેવલ જાળવી રાખવા સાથે 36300- 36500 પોઇન્ટ તરફની ગતિ જાળવી રાખવા માટે 35500- 35250 અત્યંત મહત્વની ટેકાની સપાટી જણાય છે.