Stock To Watch: ભારતી એરટેલની વોડાફોન મામલે સ્પષ્ટતાથી શેર આજે વાર્ષિક ટોચથી તૂટ્યો
અમદાવાદ, 24 એપ્રિલઃ ટેલિકોમ કંપની ભારતી એરટેલના શેર આજે વાર્ષિક ટોચ નોંધાવ્યા બાદ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ ભારતી એરટેલ દ્વારા વોડાફોનનો યુકે સ્ટેક ખરીદવા મામલે સ્પષ્ટતા છે. ભારતી એરટેલનો શેર આજે ફરી નવી 1364.05ની વાર્ષિક ટોચ નોંધાવ્યા બાદ 11.53 વાગ્યે 0.19 ટકા ઘટાડે 1339.80 પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી ભારતી એરટેલ રોજ નવી વાર્ષિક ટોચ નોંધાવી રહ્યો છે.
ભારતી એરટેલે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, “કંપની ઈન્ડસ ટાવર્સમાં વોડાફોનનો યુકે સ્ટેક ખરીદવાની કોઈ યોજના ધરાવતી નથી. તે ડિસ્ક્લોઝરની આવશ્યકતાઓના પાલન સાથે અને જ્યારે જરૂર પડશે ત્યારે યોગ્ય સમયે આ અંગે યોજના ઘડશે.”
વોડાફોન ગ્રુપનો 21.05 ટકા હિસ્સો ખરીદવાની યોજના
એક મીડિયા રિપોર્ટ્સમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે, ભારતી એરટેલ ઈન્ડસ ટાવર્સમાં યુકે સ્થિત વોડાફોન ગ્રુપનો 21.05 ટકા હિસ્સો ખરીદવાની ચર્ચા કરી રહી છે. જે ટૂંકસમયમાં આ હિસ્સો હસ્તગત કરશે. જો ડીલ સફળ થઈ તો બ્રિટિશ કેરિઅર વોડાફોન આઈડિયામાં ફંડ ઠાલવશે.
ઈન્ડસ ટાવર્સમાં એરટેલનો સૌથી વધુ હિસ્સો
અબજોપતિ સુનિલ મિત્તલની એરટેલ ઈન્ડસમાં સૌથી વધુ 47.95 ટકા હિસ્સો ધરાવે છે. ઈન્ડસ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી અને એરટેલને મહત્વની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રદાન કરે છે. એરટેલે અહેવાલોને નકારતા જણાવ્યું હતું કે, હંમેશાથી ઈન્ડસની સ્થિતિને મજબૂત બનાવવા અને નાણાકીય સ્થિરતા જાળવવાની ખાતરી કરશે.
વોડાફોન આઈડિયાનું ફંડિંગ
ફેબ્રુઆરીમાં યુએસ પ્રાઈવેટ ઈક્વિટી ફંડ કેકેઆર અને કેનેડિયન પેન્શન ફંડ કેનેડા પેન્શન પ્લાન ઈન્વેસ્ટમેન્ટ બોર્ડે ઈન્ડસમાં હિસ્સો હળવો કર્યા બાદ એરટેલ શેરદીઠ રૂપિયાનું મૂલ્યાંકન કરી રહી છે. વોડાફોન આઈડિયાએ પણ આદિત્ય બિરલા ગ્રુપની ઓરિયાના ઈન્વેસ્ટમેન્ટ પાસેથી રૂ. 2075 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. વોડાફોન આઈડિયા તેની 5જી નેટવર્ક સર્વિસ શરૂ કરવા અને 4જી કવરેજના વિસ્તરણ કરવા ફંડની શોધમાં સફળ એફપીઓ પણ લાવી છે.