Stock Watch: JSW Energyનો શેર 3% ઉછાળા સાથે 52 વીકની ટોચે, જાણો કારણ
અમદાવાદ, 3 એપ્રિલઃ શેરબજારમાં આજે જેએસડબ્લ્યૂ એનર્જીનો શેર 2.95 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે (52 Week High) પહોંચ્યો છે. બીએસઈ ખાતે રૂ. 546.65ના સ્તરે ખૂલ્યા બાદ 2.95 ટકા વધી 557.95ની વાર્ષિક ટોચ નોંધાવી હતી. નીચામં 542.80 થયો હતો. 12.37 વાગ્યે 1.56 ટકા ઉછાળા સાથે 550.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
જેએસડબ્લ્યૂ એનર્જીએ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) મારફત રૂ. 5000 કરોડનું ફંડ એકત્ર કરવાની જાહેરાત કરતાં શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. લોન્ચની તારીખના સંદર્ભમાં QIPની વધુ વિગતો હજુ નક્કી કરવાની બાકી છે, પરંતુ બોર્ડે તેના પર નિર્ણય લેવા માટે એક નાણા સમિતિની રચના કરી છે. QIP માટે શેર દીઠ રૂ. 510 પર ફ્લોર પ્રાઈસ સેટ છે, જ્યારે સૂચક ઇશ્યૂ ભાવ રૂ. 485 પ્રતિ શેર છે.
કંપનીએ QIP દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કરવાની યોજનાઓ અંગે હાલ કોઈ વિગતો જારી કરી નથી. જેએસડબ્લ્યૂ એનર્જી કંપનીએ નાણાકીય વર્ષ 24ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં તેના કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક 24.36 ટકા વૃદ્ધિ નોંધાવી છે. જે તેના થર્મલ પોર્ટફોલિયો અને વેપારી વેચાણમાં મજબૂત પ્રદર્શનને આભારી છે. આવકના સંદર્ભમાં, કંપનીએ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 13.3 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 2,661.41 કરોડ રહી છે, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં રૂ. 2,349.79 કરોડ હતી.
JSW એનર્જી, $23 બિલિયન મૂલ્યના પ્રતિષ્ઠિત JSW ગ્રૂપની મુખ્ય કંપની છે, ભારતના પાવર લેન્ડસ્કેપમાં પ્રીમિયર ખાનગી-ક્ષેત્રના ફાળો આપનાર તરીકે ઊભી છે. પાવર સેક્ટરની વેલ્યુ ચેઈનમાં ફેલાયેલા મજબૂત પદચિહ્ન સાથે, કંપની પાવર જનરેશન અને ટ્રાન્સમિશનમાં વિવિધ અસ્કયામતો ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)