ક્રિસિલે જાહેર કર્યું 800 ટકા ડિવિડન્ડ, રૂ. 1ના શેર ઉપર રૂ. 8 ડિવિડન્ડ


કંપનીઓના ત્રિમાસિક પરિણામો બહાર આવી રહ્યા છે. એક તરફ જ્યાં રોકાણકારો આ જોઈને આગળની વ્યૂહરચના બનાવી રહ્યા છે તો બીજી તરફ કંપનીઓ પણ આના આધારે ડિવિડન્ડ આપવાનું નક્કી કરી રહી છે. ફાઇનાન્સ સેક્ટરની કંપની ક્રિસિલ લિમિટેડેના શેરે આ વર્ષે 14.05% વળતર આપ્યું છે. હવે કંપનીના ત્રિમાસિક પરિણામોએ મેનેજમેન્ટની સાથે રોકાણકારોને પણ દંગ કરી દીધા છે. બોર્ડે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં નફો કર્યા પછી 800% ડિવિડન્ડ ચૂકવવાનું નક્કી કર્યું છે. ડિવિડન્ડની ચુકવણી 18 ઓગસ્ટ, 2022ના રોજ કરવામાં આવશે.
ક્વાર્ટર-1ની કામગીરી અંગે
આ વર્ષે બીજા ક્વાર્ટરમાં ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીમાં 26.5% વધુ આવક થઈ છે. કંપનીએ 30 જૂનના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 668.5 કરોડનો નફો નોંધાવ્યો છે.
ક્રિસિલના શેરનો દેખાવ
છેલ્લા એક મહિનાની વાત કરીએ તો NSEમાં કંપનીના શેરે 3.08% રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો, 18.16% વળતર આપ્યું છે. આ દરમિયાન કંપનીના શેરની કિંમત 2779.5 રૂપિયાથી વધીને 3284.35 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. જ્યારે વર્ષ 2022માં અત્યાર સુધીમાં આ શેરે રોકાણકારોને 14.05% વળતર આપ્યું છે.

વર્ષની નીચી સપાટીથી શેરનો દેખાવ એક નજરે

MonthOpenHighLowClose
Jan 211,935.001,984.001,884.601,899.90
Aug 212,787.653,065.052,425.452,726.95
Sep 212,736.002,966.002,700.002,717.95
Oct 212,729.003,063.502,710.852,803.35
Nov 212,805.003,496.002,794.003,118.40
Dec 213,159.503,200.002,851.902,885.55
Jan 222,910.003,048.002,701.002,798.40
Feb 222,840.002,973.452,586.002,888.00
Mar 222,888.003,450.002,616.003,281.10
Apr 223,269.953,781.602,975.003,685.30
May 223,663.003,860.003,073.903,412.15
Jun 223,412.153,650.002,969.453,288.35
Jul 223,280.053,475.003,142.603,277.40

(સ્પષ્ટતા: અહીં આપેલી કામગીરીની માહિતી માત્ર રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)