MCX DAILY REPORT: સોના-ચાંદી વાયદામાં સામસામા રાહઃ સોનું રૂ.141 નરમ, ચાંદી રૂ.329 સુધરી

મુંબઈ, 10 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX ખાતે કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 62,047 સોદાઓમાં રૂ.4,626.49 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,402ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,417 અને નીચામાં રૂ.59,958ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.141 ઘટી રૂ.60,370ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.98 ઘટી રૂ.47,976 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 ઘટી રૂ.5,942ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.129 ઘટી રૂ.60,147ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,057ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,975 અને નીચામાં રૂ.74,057ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.329 વધી રૂ.74,899ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.286 વધી રૂ.74,761 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.284 વધી રૂ.74,736 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં તાંબુ એપ્રિલ વાયદો રૂ.770.10ના ભાવે ખૂલી, રૂ.1.15 ઘટી રૂ.769.95 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.207.05 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.181ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.248ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.0.50 વધી રૂ.207.15 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.181.20 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.0.25 વધી રૂ.247.75 બોલાઈ રહ્યો હતો. MCX ખાતે 3,485 સોદાઓમાં રૂ.,380.5 કરોડના વેપાર થયા હતા.
બુલડેક્સ વાયદામાં રૂ.16 કરોડનાં કામકાજ, કોમોડિટી ઓપ્શન્સ ઓન ફ્યૂચર્સમાં રૂ.10,856 કરોડનું નોશનલ ટર્નઓવર
MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,16,336 સોદાઓમાં કુલ રૂ.16,890.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,017.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10856.77 કરોડનો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,640 અને નીચામાં રૂ.6,588ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28 વધી રૂ.6,621 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.28 વધી રૂ.6,621 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.168ના ભાવે ખૂલી, રૂ.0.60 વધી રૂ.169.80 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 0.3 વધી 170 બોલાઈ રહ્યો હતો. MCX પર 27,524 સોદાઓમાં રૂ.,989.04 કરોડનો ધંધો થયો હતો.
કોટન-ખાંડી વાયદામાં રૂ.200ની વૃદ્ધિ, કોમોડિટી વાયદાઓમાં રૂ.6,017 કરોડનું ટર્નઓવર
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.63,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,900 અને નીચામાં રૂ.63,460ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 વધી રૂ.63,600ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.14 ઘટી રૂ.978 બોલાયો હતો. રૂ.21.28 કરોડનાં કામકાજ થયા હતા.

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,927.44 કરોડનાં 3,204.715 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,699.05 કરોડનાં 361.425 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.466.08 કરોડનાં 7,04,270 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.522.96 કરોડનાં 3,05,84,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.31.30 કરોડનાં 1,512 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.14.38 કરોડનાં 795 ટન તાંબાના વાયદાઓમાં રૂ.218.78 કરોડનાં 2,840 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.116.04 કરોડનાં 4,701 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.15.36 કરોડનાં 2,400 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.92 કરોડનાં 60.12 ટનનાં કામકાજ થયાં હતાં.