Sun Pharma અને Zydus Lifesciences કિડનીની દવા Desidustat માટે ભાગીદારી કરી
અમદાવાદ, 31 ઓક્ટોબરઃ ગુજરાતની ટોચની ફાર્મા કંપનીઓ પૈકી સન ફાર્મા અને ઝાયડસ લાઇફસાયન્સે ભારતમાં ક્રોનિક કિડની ડિસીઝ (CKD) સાથે સંકળાયેલ એનિમિયા માટે ઓરલ ટ્રીટમેન્ટ કો-માર્કેટ Desidustat માટે લાયસન્સ કરાર કર્યો છે. આ ભાગીદારીનો હેતુ ઇન્જેક્ટેબલ દવાઓ પરની તેમની નિર્ભરતાને ઘટાડીને વધુ સુલભ અને અનુકૂળ ઉપચારાત્મક વિકલ્પ પ્રદાન કરવાનો છે.
આ લાઇસન્સિંગ કરાર હેઠળ, Zydusએ સન ફાર્માને ભારતમાં કો-માર્કેટ Desidustat માટે અર્ધ-વિશિષ્ટ અધિકારો આપ્યા છે, જેમાં સન ફાર્મા દવાને RYTSTAT તરીકે બ્રાન્ડ કરે છે, જ્યારે Zydus, જેણે 2022 માં Oxemia લોન્ચ કર્યું હતું, તે આ જ નામથી તેનું માર્કેટિંગ કરવાનું ચાલુ રાખશે.
Desidustat એ હાયપોક્સિયા-ઇન્ડ્યુસિબલ ફેક્ટર-પ્રોલિલ હાઇડ્રોક્સિલેઝ (HIF-PH) અવરોધક છે. તે શરીરમાં HIF સ્તરને સ્થિર કરીને કામ કરે છે, જે એરિથ્રોપોએટિન (EPO)ના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. EPO એ એક હોર્મોન છે જે લાલ રક્તકણો ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
આ અંગે ટિપ્પણી કરતાં, સન ફાર્માના ઈન્ડિયા બિઝનેસના સીઈઓ કીર્તિ ગાનોરકરે જણાવ્યું હતું કે, “RYTSTATનો ઉમેરો ભારતમાં અમારા નેફ્રોલોજી પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવે છે. આ ભાગીદારી ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત લાખો દર્દીઓને મદદ કરીને જટિલ ઉપચારની વધુ પહોંચની મંજૂરી આપશે.”
Zydus Lifesciencesના પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, “Desidustat, જે CKD દર્દીઓ માટે એક જટિલ સારવાર વિકલ્પો છે, તેણે દર્દીના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કર્યો છે કારણ કે તે ઇન્જેક્શનને બદલે ઓરલ પીલ લેવુ વધુ અનુકૂળ છે. વધુ દર્દીઓ સુધી પહોંચને સક્ષમ કરીને આ નવતર દવાની પહોંચ વિસ્તારવા માટે સન ફાર્મા સાથે હાથ મિલાવીને અમે ઉત્સુક છીએ.”
ક્રોનિક કિડની ડિસીઝ એ એક પ્રોગ્રેસિવ મેડિકલ કંડિશન છે, જે ઘણી વખત રક્તવાહિની રોગો અને ડાયાબિટીસ સહિત એનિમિયા અને વિવિધ કોમોર્બિડિટીઝ સાથે સંકળાયેલી છે. સીકેડીના દર્દીઓ વારંવાર વધુ પડતી દવાઓ લેતા હોય છે, જે દવાઓના રિએક્શનનું જોખમ વધારે છે.
Sun Pharmaનો શેર આજે 2.39 ટકા, Zydus Lifesciencesનો શેર 1.04 ટકા તૂટ્યો
શેરબજારના ખરાબ માહોલ વચ્ચે આજે ઝાયડસ લાઈફસાયન્સિંસનો શેર બીએસઈ ખાતે 1.04 ટકા ઘટાડે 573.80 પર બંધ રહ્યો હતો. જે ઈન્ટ્રા ડે ગઈકાલના બંધ 579.85 સામે વધી 589.95 થયો હતો. બીજી બાજુ સન ફાર્માનો શેર 2.39 ટકા ઘટી 1088.70 પર બંધ રહ્યો હતો. છેલ્લા 3 વર્ષમાં સન ફાર્માના શેરમાં મબલક રિટર્ન જોવા મળ્યું છે.