સુઝલોને NTPC ગ્રીન એનર્જી પાસેથી 1,166 મેગાવોટ પવન ઊર્જા ઓર્ડર મેળવ્યો
પૂણે, 10 સપ્ટેમ્બરઃ સુઝલોન ગૃપે એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડનો 1,166 મેગાવોટનો ભારતનો પવન ઊર્જાનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કર્યો છે. એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડના 3.15 મેગાવોટ ક્ષમતાના એક એવા બે પ્રોજેક્ટ અને ઇન્ડિયનઓઇલ એનટીપીસી ગ્રીન એનર્જી પ્રા. લિ.ના ગુજરાત ખાતેના પ્રોજેક્ટ માટે હાઇબ્રિડ લેટિસ ટ્યુબ્યુલર (એચએલટી) ટાવરથી સજ્જ S144ના 370 વિન્ડ ટર્બાઇન જનરેટર ઊભાં કરવાનું કામ સુઝલોન કરશે. આ સાથે સુઝલોનની ઓર્ડર બૂકનું કદ 3 સપ્ટેમ્બર 2024ના રોજ પાંચ ગીગાવોટ, એટલે કે અત્યાર સુધીનુ સર્વોચ્ચ, થઈ ગયું છે.
સુઝલોન ગૃપના વાઇસ ચેરમેન ગિરિશ તંતીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પૂરો થતા ભાવિ પ્રોજેક્ટ માટે નવા ધારા-ધોરણો ઊભા કરશે અને ભારતની ઊર્જા ક્ષેત્રની આત્મનિર્ભરતા, આર્થિક સમૃદ્ધિ અને 2032 સુધીમાં 60 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉમેરવાના એનજીઇએલના લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)