ટેલી સોલ્યુશન્સે TallyPrime 3.0 લોન્ચ કર્યું
નવી દિલ્હી, 16જૂનઃ બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રદાતા ટેલી સોલ્યુશન્સે TallyPrime 3.0ના લોન્ચની જાહેરાત કરી છે. આ નવીનતમ રિલીઝમાં સંપૂર્ણપણે સુધારેલ જીએસટી સોલ્યુશન, રિપોર્ટિંગ ક્ષમતામાં નોંધપાત્ર સુધારાઓ અને વ્યવસાયોને બાકી લેણાં ઝડપથી એકત્રિત કરવામાં મદદ કરવા માટે વધુ સારી ક્ષમતાઓ છે.
ગુજરાત એટ એ ગ્લાન્સ
800 | થી વધુ મોટા ઉદ્યોગો |
4.5 લાખ | એમએસએમઇ |
1.8 લાખ | અમદાવાદમાં એમએસએમઇ |
ગુજરાતમાં બીએમએસ ઇકોસિસ્ટમ માટે ઘણી તકો રહેલી છે. ટેલી સોલ્યુશન્સ ગુજરાતમાં એમએસએમઈની સાથે મળીને કામ કરી રહ્યું છે. કંપની એમએસએમઈને તેમના પડકારોનો સામનો કરવામાં અને ઓટોમેશન અપનાવવામાં મદદ કરવા માટે સ્વતંત્ર રીતે અને ઉદ્યોગ સંસ્થાઓના સહયોગથી સેન્સિટાઈઝેશન સેશન્સનું આયોજન કરવાનું ચાલુ રાખશે. ટેલી સોલ્યુશન્સ આશા રાખે છે કે આ રિલીઝ તેની આવકને બમણી કરવા અને તેના કસ્ટમર બેઝને આગામી કેટલાક વર્ષોમાં 2.3 થી 3.5 મિલિયન ગ્રાહકો સુધી લઈ જવા માટે એક મહત્વનું પગલું હશે.
સર્ચ એન્ડ સેવ ક્ષમતાઓ સાથે અમર્યાદિત કસ્ટમ રિપોર્ટ્સ
છ વર્ષ પહેલાં શરૂ થયેલી જીએસટીની સફરથી અમે કમ્પ્લાયન્સ સિસ્ટમને સરળ અને કડક બનાવવા માટે સરકાર દ્વારા ઘણા ફેરફારો જોયા છે. અમે અમારા જીએસટી અનુભવને સંપૂર્ણપણએ સુધાર્યો છે. સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી સર્ચ એન્ડ સેવ ક્ષમતાઓ સાથે અમર્યાદિત કસ્ટમ રિપોર્ટ્સ બનાવવાની ક્ષમતા રજૂ કરી છે. – તેજસ ગોએન્કા, મેનેજિંગ ડિરેક્ટર, ટેલિ સોલ્યુસન્સ
મલ્ટી-GSTIN ક્ષમતા સાથે, TallyPrime 3.0
વપરાશકર્તાઓ એક જ ટેલી કંપનીમાં બહુવિધ GSTIN ડેટાને મેનેજ કરી શકશે. નવું રિલીઝ જીએસટી રિટર્ન જનરેટ કરતી વખતે અને GSTR 1, 2A અને 3Bને વધુ સરળ રીતે જનરેટ કરતી વખતે અત્યંત ઝડપ સુનિશ્ચિત કરે છે. તે ડિજિટલ પેમેન્ટ રિક્વેસ્ટ સુવિધા પ્રદાન કરે છે. ગ્રાહકો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ, ઈએમઆઈ, પે લેટર, નેટ બેન્કિંગ, યુપીઆઈ અને મોબાઈલ વોલેટ્સ જેવા વિવિધ પસંદગીના મોડ્સ દ્વારા ચુકવણી કરી શકે છે. ટેલીએ PayU અને Razorpay સાથે પેમેન્ટ ગેટવે પાર્ટનર્સ તરીકે સહયોગ કર્યો છે.– સમીર દિક્ષિત, જન. મેનેજર, વેસ્ટ ઝોન, ટેલિ સોલ્યુશન્સ
TallyPrime ની પહેલાથી જ પાવરફુલ રિપોર્ટિંગ સિસ્ટમમાં એકદમ નવા રિપોર્ટ ફિલ્ટર્સ સાથે વધુ શક્તિશાળી બન્યું છે જે રિપોર્ટ્સમાં ડેટા ફિલ્ટર કરવા માટે વન-ક્લિકના સરળ અનુભવ આપે છે, જેનાથી બિઝનેસનું સંચાલન કરવાનું સરળ બને છે. પ્રોડક્ટમાં અન્ય ઘણી શક્તિશાળી ક્ષમતાઓનો પણ સમાવેશ થાય છે જેમ કે પાવરફુલ ગો ટુ સાથે નવો યુઝર એક્સપિરિયન્સ, પ્રોડક્ટની અંદરથી ઈ-વે બિલ અને ઈ-ઈનવોઈસ બનાવવાની મંજૂરી આપતી કનેક્ટેડ ક્ષમતાઓ અને ચેન્જ વ્યૂ, બેસિસ ઓફ વેલ્યુ, એક્સેપ્શન રિપોર્ટ્સ અને સેવ વ્યૂ સાથે વધુ સ્વીકૃત રિપોર્ટિંગ અનુભવ. TallyPrime 3.0 વધુ સરળતા અને કાર્યક્ષમતા સાથેનો અનુભવ સુનિશ્ચિત કરે છે. એક્ટિવ ટીએસએસ સબ્સ્ક્રિપ્શન ધરાવતા વપરાશકર્તાઓ માટે નવું સંસ્કરણ નિઃશુલ્ક છે.