અમદાવાદ: રિટેલ રોકાણકારો માટે Tamilnad Mercantile Bankનો રૂ. 831.60 કરોડનો આઈપીઓ આજથી શરૂ થયો છે. 12 વાગ્યા સુધીમાં પ્રથમ દિવસે આઇપીઓ રિટેલ પોર્શનમાં 60 ટકા ભરાઇ ચૂક્યો હતો. રૂ. 500-525ની પ્રાઈસ બેન્ડ પર માર્કેટ લોટ 28 શેર્સ ફાળવશે. બેન્કની નોન-એન્કર ઓફર 05 સપ્ટેમ્બર, 2022 થી 07 સપ્ટેમ્બર, 2022 સુધી ખુલશે. બેન્કના આઇપીઓમાં 15,840,000 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. બેંક ઈશ્યૂ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ બેંકની ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા બેંકના ટિયર-1 મૂડી આધારને વધારવા માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.

ગ્રે માર્કેટમાં રૂ. 35 પ્રિમિયમ

ગ્રે માર્કેટમાં ગત સપ્તાહ સુધી તામિલનાડ મર્કેન્ટાઈલના શેર પર કોઈ પ્રિમિયમ બોલાતુ ન હતું. પરંતુ આઈપીઓની શરૂઆતની સાથે જ તેમાં હાલ રૂ.35 ગ્રે પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. આઈપીઓનું લિસ્ટિંગ 15 સપ્ટેમ્બરે થવાની શક્યતા છે. મોટાભાગના બ્રોકર્સે અપ્લાય કરવા સલાહ આપી છે.

આઈપીઓ એટ અ ગ્લાન્સ

ઈશ્યૂ સાઈઝ831.60 કરોડ
પ્રાઈસ બેન્ડ500-525
માર્કેટ લોટ28 શેર્સ
મિનિમમ ઈન્વેસ્ટમેન્ટરૂ. 14700
તારીખ5-7 સપ્ટેમ્બર
એલોટમેન્ટ12 સપ્ટેમ્બર
લિસ્ટિંગ15 સપ્ટેમ્બર

RBI દ્વારા સમયાંતરે નિર્ધારિત મૂડી પર્યાપ્તતા પર નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કરવા માટે પણ બેન્ક આઇપીઓ યોજી રહી છે. ઓફર માટે પ્રાઈસ એક્સિસ કેપિટલ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઑફર માટે બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs) છે.

વિવિધ બ્રોકરેજ હાઉસની નજરે આઈપીઓ

રિવ્યુઅરભલામણ
Ajcon Global Servicesઅપ્લાય
Nirmal Bangઅપ્લાય
Religare Brokingઅપ્લાય
Ventura Securitiesઅપ્લાય
Yes securities Ltdએપ્લાય
Dilip Davdaઅપ્લાય
Capital Marketન્યૂટ્રલ
KR Chokseyન્યૂટ્રલ
Axis Capitalનોટ રેટેડ
HDFC Securitiesનોટ રેટેડ
Motilal Oswalનોટ રેટેડ
Canara BankMay Apply
Hem SecuritiesMay Apply
ICICI DirectMay Apply
Investmentz LtdMay Apply
Jainam Broking limitedMay Apply

રિટેલ પોર્શન 12 વાગ્યા સુધીમાં 60 ટકા ભરાયો

આજથી શરૂ થયેલા આઈપીઓમાં રિટેલ રોકાણકારો ઉત્સાહભેર બિડ્સ એપ્લિકેશન કરી છે. 12 વાગ્યા સુધીમાં રિટેલ પોર્શન 60 ટકા ભરાયો હતો. સામાન્ય રીતે મોટાભાગના આઈપીઓમાં ક્યુઆઈબી બીજા કે ત્રીજા દિવસે પોતાનું સબ્સ્ક્રિપ્શનનું ખાતુ ખોલતા હોય છે. પરંતુ આ આઈપીઓમાં ક્યુઆઈબી પોર્શનમાં પ્રથમ દિવસે જ 30 ટકા એપ્લિકેશન થઈ ચૂકી છે.