ટાટા AIA લાઇફે મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી ઇન્ડેક્સ પેન્શન ફંડ રજૂ કર્યું

મુંબઈ, 22 ફેબ્રુઆરી: ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ટાટા એઆઈએ)ના લેટેસ્ટ એનએફઓ મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી ઇન્ડેક્સ પેન્શન ફંડ જેવા આગામી પેઢીની ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ તેની વિશિષ્ટતાઓ રજૂ કરે છે. ટાટા એઆઈએનું નવું ફંડ ક્વોન્ટ-આધારિત રોકાણ વ્યૂહરચના દ્વારા પોર્ટફોલિયોની સ્થિરતા સુનિશ્ચિત કરીને બજારની વિકાસ તકો મેળવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ ફંડમાં રોકાણ કરીને પોલિસીધારકો નીચે મુજબના લાભો મેળવી શકે છેઃ
લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ – મીડકેપ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સ સાથે સંલગ્ન ઉચ્ચ સંભાવનાઓ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરે છે. સ્માર્ટ ડાયવર્સિફિકેશન – સંતુલિત વૃદ્ધિ માટે લાર્જ, મીડ અને સ્મોલ કેપ શેરોમાં એક્સપોઝર. રિસ્ક-ઓપ્ટિમાઇઝ્ડ ઇન્વેસ્ટિંગ – ફંડામેન્ટલી મજબૂત અને ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા સ્ટોક્સ પસંદ કરવા માટે મોમેન્ટમ અને ક્વોલિટી ફેક્ટર્સનો ઉપયોગ કરે છે. સુગમ રીતે નિવૃત્તિનું આયોજન – પેન્શન-લિંક્ડ લાભો આપતા ટાટા એઆઈએના સ્માર્ટ પેન્શન સિક્યોર પ્લાન દ્વારા ઉપલબ્ધ. સરળ એક્સેસ – ટાટા એઆઈએની વેબસાઇટ તથા પોલિસીબઝાર, Tata Neu અને ફોન પે સહિતના તેના ડિજિટલ પાર્ટનર ઇકોસિસ્ટમ દ્વારા એક્સેસ કરી શકાય તથા ઓનલાઇન માધ્યમ દ્વારા ઉપલબ્ધ જેનાથી સરળ રીતે ગમે ત્યાંથી, ગમે તે સમયે રોકાણ કરી શકાય.
ફંડની મુખ્ય બાબતો
- ઇન્વેસ્ટમેન્ટ ફોકસ: મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સ સાથે સંલગ્ન કંપનીઓ
- એસેટ એલોકેશન: ઈક્વિટી અને ઈક્વિટી-સંબંધિત સાધનોમાં 80 ટકા-100 ટકા, કેશ અને મની માર્કેટ સિક્યોરિટીઝમાં 0 ટકા-20 ટકા
- રિસ્ક પ્રોફાઇલ: મેનેજ્ડ રિસ્ક સાથે ઉચ્ચ વળતર પ્રદાન કરવા માટે બનાવાયેલું ફંડ જે સ્થિરતા સુનિશ્ચિત કરે છે
- ફંડ મેનેજમેન્ટ ચાર્જ (એફએમસી): વાર્ષિક 1.35%
- ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) વિન્ડો: 21મી ફેબ્રુઆરી 2025ના રોજ ખૂલે છે અને 28મી ફેબ્રુઆરી 2025ના રોજ બંધ થાય છે