Tata Motors: Q1માં રૂ. 3,203 કરોડનો નફો,આવક 42% વધી
મુંબઇ, 25 જુલાઇઃ તાતા મોટર્સ લિમિટેડે જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં 42 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3,203 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં કંપનીએ રૂ. 5,007 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. કોન્સોલિડેટેડ આવકમાં રૂ. 1.02 લાખ કરોડ નોંધાવી હતી, જે વાર્ષિક ધોરણે 42% વૃદ્ધિ નોંધાવી હતી. કંપનીનો EBITDA વાર્ષિક ધોરણે પાંચ ગણો વધીને રૂ. 13,218 કરોડ થયો છે. ઓપરેટિંગ માર્જિન વાર્ષિક ધોરણે 700 બેસિસ પોઈન્ટ વધીને 14.4% થયું છે.
જેગુઆર લેન્ડ રોવરની આવક 57% વધી
તાતા મોટર્સની બ્રિટિશ લક્ઝરી કાર બ્રાન્ડ જગુઆર લેન્ડ રોવરની આવક જૂન ક્વાર્ટરમાં 57% વધીને £6.9 બિલિયન થઈ છે. જેએલઆરની ઓર્ડર બુક 185,000 યુનિટ્સ પર મજબૂત રહે છે, જેમાં રેન્જ રોવર, રેન્જ રોવર સ્પોર્ટ અને ડિફેન્ડર ઓર્ડર બુકના 76% નું પ્રતિનિધિત્વ કરે છે.
કોમર્શિયલ વાહનોની આવકમાં વધારો થયો
કોમર્શિયલ વ્હીકલ બિઝનેસે જૂન ક્વાર્ટર દરમિયાન આવકમાં 4.4%ની વૃદ્ધિ નોંધાવી રૂ. 17,000 કરોડ નોંધાઈ હતી. તે જ સમયે, ઓપરેટિંગ માર્જિન 390 bps વધીને 9.4% થયું છે. ત્રિમાસિક ગાળા દરમિયાન ઘરેલું જથ્થાબંધ અને છૂટક વેચાણ વાર્ષિક ધોરણે 14.4% ઘટ્યું છે. વિદેશી બજારોમાં પણ નબળી આર્થિક સ્થિતિને કારણે વાર્ષિક ધોરણે નિકાસમાં 32%નો તીવ્ર ઘટાડો નોંધાયો છે. વોલ્યુમમાં ઘટાડા છતાં, સુધારેલી પ્રોડક્ટ કેટેગરી અને બહેતર બજાર કામગીરી મૂલ્યને કારણે આવકમાં 4.4% નો સુધારો થયો છે.