તાતા પાવર કેપેક્સ બમણું કરીને રૂ. 12000 કરોડ કરશે: એન. ચંદ્રશેખરન
મુંબઈ, 20 જૂન: ઇન્ટિગ્રેટેડ પાવર કંપની તાતા પાવરે નાણાંકીય વર્ષ 2022-23 માટે વર્ચ્યુઅલી શેરધારકોની 104મી વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજી હતી. જેમાં તાતા પાવર આ નાણાંકીય વર્ષમાં લગભગ રૂ. 12,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જે નાણાંકીય વર્ષ 2023માં ખર્ચવામાં આવેલા મૂડી ખર્ચ કરતાં બમણું છે. ડિસ્કોમ્સની સ્થિતિ ધરમૂળથી બદલવાના કંપનીના સફળ ટ્રેક રેકોર્ડને જોતાં તે જ્યારે નીતિઓમાં સુધારો કરવામાં આવશે ત્યારે ખાનગીકરણની તકોમાં ભાગ લેવાનું વિચારશે, એમ તાતા પાવરના ચેરમેન ચંદ્રશેખરને શેરધારકોને સંબોધતા જણાવ્યું હતું.
આ વર્ષે, કંપનીએ રૂ. 12,000 કરોડનું વધારાનો મૂડી ખર્ચ ફાળવ્યો છે અને રિન્યુએબલ્સ તથા ટીએન્ડડી વ્યવસાયોમાં નવા પ્રોજેક્ટની તકો સાથે આગામી વર્ષોમાં મૂડીખર્ચની ફાળવણીમાં વધારો કરશે. છેલ્લા 3 વર્ષોમાં કંપનીએ લગભગ રૂ. 18,000 કરોડનું મૂડી ખર્ચ ફાળવ્યો છે.
તાતા પાવર આગામી 5 વર્ષમાં તેના ઈવી ચાર્જિંગ પોઈન્ટને 25,000થી વધુ સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે. દેશમાં લગભગ 60% બજાર હિસ્સા સાથે સૌથી મોટા ઈવી ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટર તરીકે કંપનીએ 40,000થી વધુ હોમ ચાર્જર, 4000થી વધુ પબ્લિક અને સેમી-પબ્લિક ચાર્જિંગ પોઈન્ટ્સ અને 250 બસ ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કર્યા છે. તે 550 શહેરોમાં હાજરી ધરાવે છે અને વિસ્તરણ કરી રહી છે.
તાતા પાવરે તેની બેલેન્સ શીટને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેના ચોખ્ખા દેવાંમાં ઘટાડા અંતર્ગત એબિટા 3.92થી 2.66 સુધી સુધારવા અને ડેટ ટુ ઈક્વિટીમાં 1.53થી 1.03 સુધી ઘટાડ્યો છે. આ પ્રયાસોએ હિસ્સેદારો માટે મૂલ્ય નિર્માણમાં વધારો કર્યો છે.
કંપનીનું ઇક્વિટી પરનું વળતર નાણાંકીય વર્ષ 2022માં 9.5% થી નાણાંકીય વર્ષ 2023માં વધીને 12.6% થયું હતું જ્યારે રોજગારી પરનું વળતર સમાન સમયગાળા દરમિયાન 7.8% થી વધીને 9.3% થયું હતું.
તાતા પાવરની કોન્સોલિડેટેડ રેવન્યુ નાણાંકીય વર્ષ 2022માં રૂ. 42,576 કરોડની સરખામણીએ નાણાંકીય વર્ષ 2023માં 32% વધીને રૂ. 56,033 કરોડ જોવા મળી હતી. કંપનીનો કોન્સોલિડેટેડ એબિટા નાણાંકીય વર્ષ 2023માં 23% વધીને રૂ. 10,068 કરોડ થઈ હતી. કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં પણ નાણાંકીય વર્ષ 2023માં 77% નો નોંધપાત્ર વધારો થઈને રૂ. 3,810 કરોડ નોંધાયો હતો.