TCSનો ફોર્ચ્યુન®2025ની વિશ્વની સૌથી પ્રશંસનીય કંપનીઓની યાદીમાં સમાવેશ

મુંબઈ, 18 ફેબ્રુઆરી: આઈટી સર્વિસિસ, કન્સલ્ટિંગ તથા બિઝનેસ સોલ્યુશન્સ ક્ષેત્રની વિશ્વની ટોચની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)નો ફોર્ચ્યુન® મેગેઝિનની 2025ની વિશ્વની સૌથી પ્રશંસનીય કંપનીઓTMનીયાદીમાં સમાવેશ કરાયો છે. આ સન્માન TCSની ક્લાયન્ટ-કેન્દ્રિત નવીનતા દ્વારા લાંબા ગાળાના મૂલ્ય પ્રદાન કરવાની, મજબૂત, લોકોને અગ્રતા આપવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની અને તેની એઆઇ અને આગામી પેઢીની ક્ષમતાઓને આગળ વધારવાની ક્ષમતાને દર્શાવે છે.
કોર્પોરેટ પ્રતિષ્ઠા માટેના માપદંડ તરીકે વ્યાપક સ્વીકૃતિ ધરાવતી, ફોર્ચ્યુન® વર્લ્ડની સૌથી પ્રશંસનીય કંપનીઓTMની યાદી 3,300થી વધુ ટોચના એક્ઝિક્યુટિવ્સ અને માન્ય કંપનીઓના ડિરેક્ટર્સ તેમજ નાણાકીય વિશ્લેષકોના એક વ્યાપક સર્વેક્ષણ પર આધારિત છે, જેમણે ઉદ્યોગોની 650 કંપનીઓનું મૂલ્યાંકન કર્યું હતું.
TCSના ઉત્તર અમેરિકાના પ્રેસિડન્ટ અમિત બજાજે જણાવ્યું હતું કે, ડિજિટલ નવીનીકરણ ઉપરાંત TCS ડિજિટલ ટ્વિન ટેકનોલોજી જેવી પહેલો મારફતે સાતત્યતાને આગળ ધપાવી રહી છે, જે ઔદ્યોગિક અને વાણિજ્યિક કામગીરીમાં કાર્બન ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરે છે. વિશ્વના પ્રથમ હાઇડ્રોજન-સંચાલિત એરક્રાફ્ટ એન્જિનના વિકાસમાં રોલ્સ-રોયસ સાથેનો તેનો સહયોગ વધુ ટકાઉ ભવિષ્યના નિર્માણ માટેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
TCSને મળેલું આ સન્માન તેના પીપલ-ફર્સ્ટ અભિગમ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ વર્ષે, TCSએ ટોચની એમ્પ્લોયર્સ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી પ્રથમ-એન્ટરપ્રાઇઝ-વાઇડ ટોપ એમ્પ્લોયર સર્ટિફિકેશન પ્રાપ્ત કરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે, જે પીપલ પ્રેક્ટિસમાં ઉત્કૃષ્ટતા પરની વૈશ્વિક ઓથોરિટી ગણાય છે. આ પ્રતિષ્ઠિત સન્માન કેટલીક પસંદ કરેલી સંસ્થાઓને આપવામાં આવે છે જે તમામ મહત્વના પ્રદેશોમાં કાર્યસ્થળના વ્યવહારમાં સતત શ્રેષ્ઠતા દર્શાવે છે. વધુમાં, TCSને 2025 માટે ગ્લોબલ ટોપ એમ્પ્લોયર તરીકે જાહેર કરવામાં આવી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)