TECNOએ 6nm Helio G99 પ્રોસેસર સાથે POVA4 લોન્ચ કર્યો
નવી દિલ્હી: TECNO મોબાઇલે તેની પરફોર્મન્સ-ઓરિએન્ટેડ POVA શ્રેણીમાંથી POVA 4 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. POVA4 એ 6nm Helio G99 પ્રોસેસર, Hyper-Engine 2.0 Lite અને પેન્થર એન્જિનનો સમાવેશ કરતું ઇન-બિલ્ટ ડ્યુઅલ ગેમિંગ એન્જિન જેવી ગ્રાઉન્ડબ્રેકિંગ સુવિધાઓ ધરાવે છે. POVA4 મેમરી ફ્યુઝન ટેક્નોલોજી સાથે શ્રેષ્ઠ 13 GB RAM, 128GB સ્ટોરેજ અને મોટી 6000 mAh બેટરી છે જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને 90Hz રિફ્રેશિંગ રેટ અને અદભૂત કર્વ્ડ ક્રેટર ડિઝાઇન બોડી સાથે 6.8 ઇંચની છે. આ સ્માર્ટફોન ક્રાયોલાઇટ બ્લુ, યુરાનોલિથ ગ્રે અને મેગ્મા ઓરેન્જ એમ ત્રણ એલિગન્ટ કલરમાં આવે છે.
TECNO મોબાઇલ ઇન્ડિયાના CEO, અરિજિત તલાપાત્રાએ જણાવ્યું કે, સેગમેન્ટ-ફર્સ્ટ ઇનોવેશનના અમારા અભિગમને અનુરૂપ, સબ-15Kમાં 13GB RAM સાથે Helio G99 પ્રોસેસર દર્શાવતા એકમાત્ર સ્માર્ટફોન તરીકે POVA 4ની કિંમત રૂ. 11,999/- છે. તેનું પ્રથમ વેચાણ 13મી ડિસેમ્બર 2022ના રોજ એમેઝોન અને જિયો માર્ટ પર શરૂ થશે.