તેજસ કાર્ગો ઇન્ડિયાનો SME IPO 14 ફેબ્રુઆરીએ ખૂલ્યોઃ પ્રાઇસ બેન્ડ રૂ. 160-168
આઇપીઓ ખૂલશે | 14 ફેબ્રુઆરી |
આઇપીઓ બંધ થશે | 18 ફેબ્રુઆરી |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | રૂ.160-168 |
લોટ સાઇઝ | 800 શેર્સ |
લિસ્ટિંગ | એનએસઇ ઇમર્જ |
અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ તેજસ કાર્ગો ઇન્ડિયા લિમિટેડ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. ૧૦/- પ્રતિ મૂળ કિંમતના ઇક્વિટી શેર દીઠ રૂ. ૧૬૦ થી રૂ. ૧૬૮ ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ઇશ્યૂ તા. 14 ફેબ્રુઆરીએ ખૂલ્યો છે અને તા. 18 ફેબ્રુઆરીના રોજ બંધ થઇ રહ્યો છે. આ જાહેર ઇશ્યૂ સંપૂર્ણપણે ૬૩,૦૦,૦૦૦ ઇક્વિટી શૅરનો નવો ઇશ્યૂ છે જેમાં કોઈ ઓફર-ફોર-સેલ (OFS) ઘટક નથી. કંપનીએ કર્મચારી અનામત ભાગ હેઠળ 63,200 ઇક્વિટી શૅર લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે અનામત રાખ્યા છે અને 3,15,200 ઇક્વિટી શેર માર્કેટ મેકર અનામત ભાગ માટે અનામત રાખ્યા છે.

નવા ઇશ્યૂમાંથી મળનારી રકમમાંથી રૂ. 31.76 કરોડ કંપની માટે વધારાના ટ્રેઇલર્સ ખરીદવા માટે ઉપયોગમાં લેવાશે; રૂ. 30 કરોડ કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે; રૂ. 15 કરોડ કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી અને/અથવા પૂર્વ ચુકવણી માટે; અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ સાધવા માટે ઉપયોગમાં લેવાશે. ન્યૂ બેરી કેપિટલ્સ પ્રાઇવેટ લિમિટેડ એકમાત્ર બુક-રનિંગ લીડ મેનેજર છે. કંપનીના ઇક્વિટી શેર NSE ના SME પ્લેટફોર્મ (“NSE Emerge”) પર લિસ્ટ થવાનો પ્રસ્તાવ છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
કંપની સમગ્ર ભારતમાં રોડ દ્વારા લાંબા અંતરની સપ્લાય ચેઇન ટ્રાન્સપોર્ટેશન સેવાઓ પૂરી પાડવાના વ્યવસાયમાં સંકળાયેલી છે. તેઓ લોજિસ્ટિક્સ, સ્ટીલ અને સિમેન્ટ, ઇ-કોમર્સ, ઔદ્યોગિક અને રસાયણો, FMCG અને વ્હાઇટ ગુડ્સ ક્ષેત્રોમાં સંકળાયેલી વિવિધ કંપનીઓને ફુલ ટ્રક લોડ (“FTL”) હેઠળ એક્સપ્રેસ સપ્લાય ચેઇન ટ્રાન્સપોર્ટેશન સેવાઓ પ્રદાન કરે છે. કંપની પાસે 23 શાખાઓના નેટવર્ક દ્વારા ફ્લીટ પ્લેસમેન્ટ અને ફ્લીટ લોડિંગ અને અનલોડિંગ માટેની સુવિધાઓ છે. કંપની પેટ્રોલિયમ સંગ્રહ કરવા અને કેપ્ટિવ ઉપયોગ માટે પેટ્રોલિયમ વિતરણ સ્ટેશન ચલાવવા માટે PESO લાઇસન્સ ધરાવે છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
તેજસ કાર્ગોની કામગીરીમાંથી આવક 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે 9.83% વધીને રૂ. 419.33 કરોડ થઈ છે, જે 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 381.78 કરોડ હતી, જે મુખ્યત્વે પ્લેસમેન્ટની સંખ્યામાં વધારો થવાને કારણે છે. કર પછીનો નફો 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 9.86 કરોડથી વધીને 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 13.22 કરોડ થયો છે. 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા છ મહિના માટે કામગીરીમાંથી આવક રૂ. 252.61 કરોડ અને કર પછીનો નફો રૂ. 8.74 કરોડ રહ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)