બ્રિટન સ્થિત એથિક બ્યૂટી બ્રાન્ડ The Body Shopનો અમદાવાદમાં બીજા સ્ટોર શરૂ
અમદાવાદ, 28 જુલાઇઃ બ્રિટન સ્થિત આંતરરાષ્ટ્રીય એથિક બ્યૂટી બ્રાન્ડ The Body Shop અમદાવાદમાં બીજા સ્ટોરને શરૂ કરીને પોતાની હાજરીમાં વધારો કર્યો છે જે શહેરમાં સૌપ્રથમ એક્ટીવીસ્ટ વર્કશોપ સ્ટોરને પણ અંકિત કરે છે. શહેરના ફોનિક્સ પેલેડિયમ મોલ ખાતે The Body Shop એશિયા સાઉથના માર્કેટિંગ, પ્રોડક્ટ અને ડિજીટલના વીપી કુ. હરમીત સિંઘે જણાવ્યું કે, અમારા સ્ટોરમાં દરેક પ્રોડક્ટ માત્ર સ્કિનકેર અથવા બ્યુટી કેર કરતાં વધુ રજૂ કરે છે; તે સરળ વ્યવહાર, ટકાઉ સોર્સિંગ અને વાજબી વેપાર માટે પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. નવો એક્ટીવીસ્ટ વર્કશોપર સ્ટોર The Body Shopની સોશિયલ સક્રિયતાની પ્રબળ પ્રતિબદ્ધતા સાથે વિશિષ્ટ ખરીદી અનુભવ પૂરો પાડે છે અને બ્યૂટી પ્રોડક્ટસ ઉપરાંત ઘણાનો સમાવેશ કરે છે.
RRR અભિગમઃ The Body Shop તેની બ્રાન્ડ ઓળખના મૂળમાં ટકાઉપણું ધરાવે છે, કચરાના ઉત્પાદનને ઘટાડવા માટે પ્લાસ્ટિકને રિસાયકલ કરવા અને પુનઃઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. RRR (રીટર્ન, રિસાઇકલ, રિપીટ) ખ્યાલને અપનાવીને, નવો એક્ટિવિસ્ટ વર્કશોપ સ્ટોર ગ્રાહકોને ટબ, ટ્યુબ, બોટલ અને પોટ્સ જેવી વ્યક્તિગત સંભાળ ઉત્પાદનોમાંથી સરળતાથી પેકેજિંગ રિસાયકલ કરવા સક્ષમ બનાવે છે. ધ બોડી શોપ એક્ટિવિસ્ટ વર્કશોપ સ્ટોરમાં લાકડા અને રિસાયકલ પ્લાસ્ટિકમાંથી બનાવેલા ટકાઉ ફિક્ચર સાથે 100% રિસાયકલ કરેલ સામગ્રીમાંથી બનાવેલ વર્કટોપ સપાટીઓ છે જે અન્યથા લેન્ડફિલ્સ અથવા મહાસાગરોમાં સમાપ્ત થશે.
The Body Shop બ્રાન્ડના કોમ્યુનિટી ફેર ટ્રેડ પ્રોગ્રામ, જેમ કે ટી ટ્રી, એલોવેરા, હેમ્પ, બ્રિટિશ રોઝ, એડલવાઈસ અને વધુ જેવા શક્તિશાળી ઘટકો સાથે ઘડવામાં આવે છે.