રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશન દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા સહયોગ કર્યો
અમદાવાદ, 14 ઓક્ટોબર: એક હરિયાળી પહેલ કરતાં રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશ દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા માટે સહયોગ કર્યો છે. 28 સપ્ટેમ્બરે રજૂ કરાયેલી આ પહેલ બાર્કવિલે ફાઉન્ડેશનની દેખરેખ હેઠળ પ્રાણીઓ માટે સુરક્ષિત અને અનુકૂળ માહોલ પ્રયાસથી અપાયેલો સંદેશો સ્પષ્ટ છેઃ “પૃથ્વી દરેક માટે છે.”
આ વિશિષ્ટ પહેલ અંતર્ગત લીમડાથી લઇને ડ્રમસ્ટિક, બિલીપત્ર, માડુડો, ચંપા અને જાસુદ જેવી વિવિધ પ્રજાતિના એક હજાર વૃક્ષોનું વાવેતર કરાયું હતું. રત્નાકર ગ્રૂપના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર નિશાંત શાહે કહ્યું હતું કે, બાર્કવિલે ફાઉન્ડેશન સાથે ભાગીદારી દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે અમે ગ્રીન ઓએસિસનું સંવર્ધન કરી રહ્યાં છીએ. બાર્કવિલે ફાઉન્ડેશન ગાંધીનગરના ડભોડા ગામમાં 17,000 ચોરસફૂટની વિશાળ જગ્યામાં પ્રાણીઓને વનની બીજી તક પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. હાલમાં બાર્કવિલે 85 ત્યજી દેવાયેલા પાલતુ શ્વાનને આશ્રય આપે છે, જેમાં શ્વાન ઉપરાંત ગાય, ઘોડા, બિલાડીના બચ્ચા, સસલા અને અસંખ્ય પક્ષીઓ પણ રહે છે.
રત્નાકર ગ્રૂપ ત્રણ દાયકાથી વધુ સમયથી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર છે અને ગ્રૂપે 4.8 મિલિયન ચોરસફૂટ રેસિડેન્શિયલ અને કમર્શિયલ જગ્યાઓમાં હજારો ક્લાયન્ટ્સ અને બિઝનેસ પાર્ટનર્સનો વિશ્વાસ મેળવ્યો છે.