બજેટ 2025માં સસ્ટેનેબલિટી અને ગ્રીન ડેવલોપમેન્ટ પર ફોકસ કરવું જોઈએ -નારાયણ સાબુ, ચેરમેન, બિગબ્લોક કન્સ્ટ્રક્શન

સુરત, 30 જાન્યુઆરી: જેમ જેમ ભારત કેન્દ્રીય બજેટ 2025 માટે તૈયારી કરી રહ્યું છે, તેમ તેમ સસ્ટેનેબલ બજેટને લઈને ચર્ચાઓ પણ વધી ગઈ છે. સરકારે ગ્રીન બિલ્ડિંગ પ્રેક્ટિસ અને AAC બ્લોક્સ અને ALC પેનલ્સ જેવી ઇકો-ફ્રેન્ડલી મટિરિયલ્સને પ્રોત્સાહન આપવું જોઈએ, અને આ વિકલ્પોનો ઉપયોગ કરતા પ્રોજેક્ટ્સ માટે હાયર FSI જેવા પ્રોત્સાહનો ઓફર કરવા જોઈએ. વધુમાં, લાલ ઇંટોમાંથી ધીમે ધીમે બહાર આવવાથી ઇકોસિસ્ટમને સ્વચ્છ, હરિયાળી અને વધુ ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધવામાં પણ મદદ મળી શકે છે.
વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરી વિસ્તારોના 75-80% ભારતમાં સ્થિત છે, પોલિસી મેકર્સ માટે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટને પ્રાથમિકતા આપવી હિતાવહ છે. કંસ્ટ્રક્શન ફિલ્ડ પણ પ્રદૂષણના સ્તરમાં ફાળો આપે છે અને આ પહેલમાં તે મોખરે હોવું જોઈએ. AAC (ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ) બ્લોક્સ અને ALC (ઓટોક્લેવ્ડ લાઇટવેઇટ કોંક્રિટ) પેનલ્સ જેવી ગ્રીન બિલ્ડિંગ મટિરિયલ્સ માત્ર ઇકો-ફ્રેન્ડલી નથી પરંતુ બાંધકામ પ્રોજેક્ટ્સના કાર્બન ફૂટપ્રિન્ટને પણ ઘટાડે છે. ટેક્સ બેનેફિટ્સ, સબસિડી અથવા અન્ય બેનેફિટ્સ દ્વારા તેમના ઉપયોગને પ્રોત્સાહન આપવાથી બિલ્ડરો અને ડેવલોપર્સને વધુ સસ્ટેનેબલ પ્રેક્ટિસ કરવા તરફ પ્રોત્સાહન મળી શકે છે.

બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન નારાયણ સાબુએ જણાવ્યું હતું કે, “AAC બ્લોક્સ અને ALC પેનલ્સ જેવી ઈકોફ્રેન્ડલી બિલ્ડિંગ મટિરિયલ્સને અપનાવવાને પ્રોત્સાહન આપવું એ ટકાઉ ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. AAC બ્લોક્સને હવે લાલ ઈંટોની સમકક્ષ 12% GST સ્લેબમાં મૂકવામાં આવ્યા છે.
ગ્રીન કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ માટેના પ્રોત્સાહનોમાં કચરો ઓછો કરવા, ઉર્જાનો વપરાશ ઘટાડવા અને નવીનીકરણીય સંસાધનોનો ઉપયોગ કરતી તકનીકોને અપનાવવા માટે નાણાકીય સહાયનો પણ સમાવેશ થઈ શકે છે. આ પ્રેક્ટિસને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવા માટેનો રોડમેપ બનાવવા માટે સરકારે બાંધકામ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગોમાં હિતધારકો સાથે સક્રિયપણે સહયોગ કરવો જોઈએ.
વધુમાં, ગ્રીન કંસ્ટ્રક્શનના ફાયદાઓ પર પ્રકાશ પાડતી જનજાગૃતિ ઝુંબેશ આ પ્રેક્ટિસની વ્યાપક સ્વીકૃતિને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ટકાઉપણું અને ક્લિન એનર્જીના ધ્યેયો સાથે નીતિઓને સંરેખિત કરીને, ભારત શહેરી પ્રદૂષણ સામે લડવામાં અને અન્ય રાષ્ટ્રો માટે એક ઉદાહરણ સ્થાપિત કરવા માટે આગેવાની કરી શકે છે. આના નિષ્કર્ષમાં, કેન્દ્રીય બજેટ 2025 એ ભારતના કંસ્ટ્રક્શન બિઝનેસ માટે એક ટર્નિંગ પોઈન્ટ તરીકે કામ કરવું જોઈએ, જે સ્વચ્છ, હરિયાળા અને વધુ ટકાઉ શહેરી ભવિષ્ય માટે માર્ગ મોકળો કરશે. લક્ષ્યાંકિત પ્રોત્સાહનો અને મજબૂત માર્ગદર્શિકા દ્વારા, સરકાર પ્રદૂષણના મુખ્ય મુદ્દાને સંબોધિત કરી શકે છે અને ટકાઉ વિકાસની સંસ્કૃતિને પ્રોત્સાહન આપી શકે છે જે પર્યાવરણ અને અર્થતંત્ર બંનેને લાભ આપે છે.