યુનિપાર્ટ્સ ઇન્ડિયાનો IPO 30 નવેમ્બરે: પ્રાઇસ બેન્ડ 548- 570
અમદાવાદઃ 1994માં સ્થપાયેલી યુનિપાર્ટ્સ ઇન્ડિયા લિ. તા. 30 નવેમ્બરના રોજ શેરદીઠ રૂ. 548- 570ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં 14481942 શેર્સના બુક બિલ્ડિંગ ઇશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 2જી ડિસેમ્બરે બંધ થશે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે.
ગુરદિપ સોની અને પરમજીતસિંઘ સોની દ્રારા પ્રમોટ કરાયેલી યુનિપાર્ટ્સ ઇન્ડિયા લિ. એન્જિનિયર્ડ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સ ઉત્પાદન કરે છે. કંપની એગ્રીકલ્ચર, કન્સ્ટ્રક્શન, ફોરેસ્ટ્રી સહિતના માર્કેટમાં સિસ્ટમ્સ અને કોમ્પોનન્ટ્સની અગ્રણી સપ્લાયર છે. કંપની 25 દેશોમાં નિકાસ પણ ધરાવે છે. ભારતમાં કંપની લુધિયાણા, પંજાબ ખાતે બે અને વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં એક તેમજ નોઇડા, ઉત્તર પ્રદેશમાં બે ઉત્પાદન વ્યવસ્થા ધરાવે છે.
કંપની જ્યોર્જિયામાં વેરહાઉસિંગ અને ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા ધરાવવા ઉપરાંત નિકાસ કામગીરી માટે વિદેશોમાં વ્યવસ્થા પણ ધરાવે છે.
ઇશ્યૂ પૂર્વે અને પછી પ્રમોટર્સ હોલ્ડિંગ
ઇશ્યૂ પૂર્વે હોલ્ડિંગ | 75.54% |
ઇશ્યૂ પછી હોલ્ડિંગ | 65.79% |
ઇશ્યૂની સંભવિત તારીખો
વિગત | સંભવિત તારીખ |
ખૂલશે | Nov 30, 2022 |
બંધ થશે | Dec 2, 2022 |
એલોટમેન્ટ | Dec 7, 2022 |
રિફંડ | Dec 8, 2022 |
ડિેમેટમાં શેર્સ | Dec 9, 2022 |
લિસ્ટિંગ | Dec 12, 2022 |
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
સમયગાળો | કુલ આવકો | ચોખ્ખો નફો | Total Borrowing |
31-Mar-19 | 1062.48 | 69.6 | 345.63 |
31-Mar-20 | 938.84 | 62.64 | 256.5 |
31-Mar-21 | 947.69 | 93.15 | 127.78 |
31-Mar-22 | 1231.04 | 166.89 | 127.27 |
30-Jun-22 | 347.76 | 50.52 | 114.66 |
(આંકડા રૂ. કરોડમાં દર્શાવે છે)
યુનિપ્લાસ્ટ ઇન્ડિયાની IPO ડિટેઇલ્સ
કંપનીના ઇશ્યૂમાં લોટ સાઇઝ 25 શેર્સની હશે. રિટેલ રોકાણકારો 13 લોટ્સ એટલેકે 325 શેર્સ માટે રૂ. 187525 સુધીની અરજી કરી શકશે.
અરજી | લોટ | શેર્સ | રકમ |
રિટેલ (Min) | 1 | 25 | ₹14,425 |
રિટેલ (Max) | 13 | 325 | ₹187,525 |
સ્મોલ એચએનઆઇ (Min) | 14 | 350 | ₹201,950 |
બીગ-એચએનઆઇ (Min) | 70 | 1,750 | ₹1,009,750 |