Upcoming IPO: ગોપાલ સ્નેક્સનો રૂ. 650 કરોડનો આઈપીઓ 6 માર્ચે ખૂલશે, પ્રાઈસ બેન્ડ 381-401 નિર્ધારિત
અમદાવાદ, 2 માર્ચઃ રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ લિ. તેનો રૂ. 650 કરોડનો આઈપીઓ આગામી સપ્તાહે 6 માર્ચે લાવી રહી છે. કંપની રૂ. 381-401ની પ્રાઈસ બેન્ડ પર સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હેઠળ ફંડ એકત્રિત કરશે. ઓફર 11 માર્ચે બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 37 ઈક્વિટી શેર લોટ માટે અરજી કરી શકશે અને ત્યારબાદ તેના ગુણાંકમાં બિડ ભરી શકશે.
ગોપાલ સ્નેક્સ લિમિટેડ (“કંપની”) પોતાની ગોપાલ બ્રાન્ડ હેઠળ એથનિક સ્નેક્સ, વેસ્ટર્ન સ્નેક્સ તથા અન્ય પ્રોડક્ટ્સ ઓફર કરતી એક ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડ્ઝ કંપની છે. તેની સ્થાપના 1999માં એક ભાગીદારી પેઢી તરીકે કરવામાં આવી હતી અને એ પછી 2009માં તેની કંપની તરીકે નોંધણી કરાઈ હતી.
કંપની પોતાની ગોપાલ બ્રાન્ડ હેઠળ સ્વાદિષ્ટ પ્રોડક્ટ્સની એક વિશાળ શ્રેણી ઓફર કરે છે અને તેમાં નમકીન તથા ગાંઠિયા જેવા એથનિક સ્નેક્સ, વેફર્સ જેવા વેસ્ટર્ન સ્નેક્સ, એક્સટ્રુડર સ્નેક્સ અને સ્નેક પેલેટ્સ તથા પાપડ, તેજાના – મસાલા, બેસન (ચણાનો લોટ), નૂડલ્સ, રસ્ક અને સોન પાપડી જેવા સેમિ-પેરિશેબલ ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડ્ઝનો સમાવેશ થાય છે.
30 સપ્ટેમ્બર, 2023ના રોજની સ્થિતિ મુજબ કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલીઓમાં 84 પ્રોડક્ટ્સ અને 276 એસકેયુઝનો સમાવેશ થતો હતો અને તે રીતે કંપની ગ્રાહકોની વિવિધ સ્વાદ તથા પસંદગી મુજબની જરૂરતો પુરી કરે છે. કંપનીએ પોતાની ઉપસ્થિતિ સમગ્ર ભારતમાં સ્થાપિત કરી છે અને તેની પ્રોડક્ટ્સ દસ રાજ્યો તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના મળી કુલ 523થી વધુ સ્થળોએ વેચાણો ધરાવે છે. કંપનીના વિતરણ નેટવર્કમાં ત્રણ ડેપો તથા 617 ડિસ્ટ્રિબ્યુટર્સનો અને 741 કર્મચારીઓની બનેલી સેલ્સ તથા માર્કેટિંગ ટીમનો સમાવેશ થાય છે.
કંપની ભારતમાં પોતાની છ ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે, જેમાં તેની ત્રણ પ્રાથમિક ઉત્પાદન સુવિધાઓ રાજકોટ, મોડાસા અને મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલી છે. ત્રણ આનુષાંગિક ઉત્પાદન સુવિધાઓ રાજકોટ (1,2) તથા મોડાસામાં આવેલી છે. ગુજરાતમાં આવેલી આનુષાંગિક ઉત્પાદન સુવિધાઓ મુખ્યત્વે બેસન અથવા તો ચણાના લોટના, રો સ્નેક પેલેટ્સના ઉત્પાદન તથા સીઝનિંગ અને સ્પાઈસીસ ઉપર ધ્યાન આપે છે અને આ તમામ વસ્તુઓનો ઉપયોગ કંપનીના પોતાના જ ઉત્પાદનો – ગાંઠિયા, નમકીન તથા સ્નેક પેલેટ્સના ઉત્પાદન માટે તેની પ્રાથમિક ઉત્પાદન સુવિધાઓ ખાતે થાય છે.
આ ઓફર બુક બિલ્ડીંગ પ્રોસેસના માધ્યમથી કરવામાં આવી રહી છે અને તેમાં પ્રમાણસરના ધોરણે 50% થી વધુ નહીં એટલો હિસ્સો ક્વોલીફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે, 15% થી ઓછો નહીં એટલો હિસ્સો બિન-સંસ્થાકિય બાયર્સને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે તથા ચોખ્ખી ઓફરનો 35% થી ઓછો નહીં એટલો હિસ્સો રીટેઈલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે.
ઈન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ તથા જેએમ ફાયનાન્સિયલ લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ તથા લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઓફરના રજીસ્ટ્રાર છે. ઈક્વિટી શેર્સનું લિસ્ટિંગ બીએસઈ તથા એનએસઈ ખાતે કરાવવાની દરખાસ્ત છે.