અમદાવાદ, 3 જૂનઃ જૂન માસમાં રિશફલ કરીને પોર્ટફોલિયોમાં કયા કયા શેર્સ સમાવી શકાય અને કયા શેર્સમાંથી એક્ઝિટ લઇ શકાય તે માટે રિલાયન્સ સિક્યુરિટિઝે Updated R Model Portfolio – જૂન 2023 રજૂ કર્યો છે. મે 2023માં ભારતીય ઇક્વિટી માર્કેટ્સ આઉટપર્ફોર્મર્સ  રહ્યા છે. નિફ્ટી 2.6% વધ્યો છે સામે વૈશ્વિક શેરબજારોમાં નાસ્ડેક અને જાપાનીઝ નિક્કી સિવાયના તમામ મુખ્ય વૈશ્વિક સૂચકાંકોમાં ઘટાડાની ચાલ નોંધાઇ છે. યુ.એસ. મંદીની ચિંતાઓથી દબાયેલું છે. S&P 500  સ્થિર લેવલે જ રહ્યો હતો. યુરોપિયન સૂચકાંકો પણ DAX/CAC/FTSE  અનુક્રમે 1.6%/5.2%/5.4% ઘટાડા સાથે રહ્યા છે. હેંગસેંગ અને શાંઘાઈ કમ્પોઝિટની ખોટ સાથે ચીને રોકાણકારોને નિરાશ કરવાનું ચાલુ રાખ્યું હતું.

ઘરઆંગણે નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ અનુક્રમે 6.2% અને 5.1% વધવા સાથે બ્રોડર માર્કેટ્સે નિફ્ટી પર તેમનું આઉટપરફોર્મન્સ ચાલુ રાખ્યું હતું. ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી ઓટો સૌથી વધુ 7.7% વધ્યો હતો, ત્યારબાદ નિફ્ટી રિયલ્ટી 7.6% વધ્યો હતો. નિફ્ટી FMCG 6.8% વધ્યો અને મે મહિનામાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો. નિફ્ટી આઇટી છેલ્લા કેટલાક મહિનામાં જોવા મળેલી નબળાઈ પછી, મહિનાના અંતે 5.8%  રિકવર થયો હતો. જ્યારે નિફ્ટી બેન્ક પ્રમાણમાં ધીમી રહી હતી.

જૂન માસમાં માર્કેટની સ્થિતિ કેવી રહેશે તેનો આધાર ઇકોનોમિ, પોલિટિક્સ, સેન્ટિમેન્ટ્સ તેમજ સ્ટોક સ્પેસિફિક ફેન્સી નક્કી કરશે. પરંતુ જૂન માસમાં ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે પોર્ટફોલિયોમાં સમાવવા જેવા શેર્સ વાચકો અને મિત્રોના યોગ્ય અભ્યાસ અને માર્ગદર્શન માત્ર માટે અત્રે રજૂ કરવામાં આવ્યો છે. યોગ્ય નિષ્ણાતની સલાહના આધારે જ આગળ વધવાની ખાસ સલાહ આપવામાં આવે છે.

Updated Model Portfolio – June 2023

CompanyM CapRs bnPriceRssharesValue* (Rs)Weight (%)
 Apollo Tyre2483914818,7686.8
 Astral4861,8091018,0916.5
 Axis Bank2,8329201614,7155.3
BOB9561856512,0154.3
BOI3067515011,1754.0
Crompt.Consum1752743910,6823.8
 HeroMotoCorp5602,800514,0025.0
 IndusInd Bank1,0011,2901418,0626.5
 Infosys5,4761,3201418,4736.7
 L & T3,1032,208613,2474.8
 M&M Fina.3632944613,5264.9
 Prince Pipes716391610,2243.7
SBI5,201583148,1592.9
 Titan2,5102,827514,1365.1
 TVS Motor6041,2722126,7129.6
 Varroc Eng.4730810632,61111.7
 Varun Beve.1,0971,6891321,9577.9
CashBalancing   1,1790.4
Grand Total   2,77,735100.0

પોર્ટફોલિયોમાં નવા સમાવાયેલા શેર્સ

ટીવીએસ મોટર્સ

પ્રિન્સ પાઇપ

પોર્ટફોલિયોમાંથી હટાવાયેલા શેર્સ

અશોક લેલેન્ડ

સિયાટ

જીએનએ એક્સલ્સ

વેદાન્ત ફેશન્સ

મે માસ માટે રજૂ કરેલા મોડલ પોર્ટફોલિયોની સ્થિતિઃ એટ એ ગ્લાન્સ

Company5 મે3 જૂન
 Apollo Tyres355392
 Ashok Leyland144146
 Astral1,4871866
 Axis Bank860926
 Bank of Baroda185187
 Bank of India8475
 Ceat1,6381927
 Crompton Consumer257272
 GNA Axles759738
 Hero Moto Corp2,5032892
 IndusInd Bank1,1461288
 Infosys1,2691299
 Larsen & Toubro2,3562235
 M&M Financial Services272298
 State Bank of India571587
 Titan2,6542869
varroc Eng286308
varun bev.14301701
Vedant fashion12431286

(model portfolio suggested by Reliance Securities)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)